Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

બોલીવુડમાં ૫૧મી વર્ષગાંઠ નિમિત્તે બિગ બીને ભેટમાં મળી ભવ્ય રંગોળી

નવી દિલ્હી : અમિતાભ બચ્ચનની પહેલવહેલી ફિલ્મ 'સાત હિન્દુસ્તાની' ૧૯૬૯ની ૭ નવેમ્બર રિલીઝ થયેલી એ જોતા બિગ બીને બોલીવુડમાં ૫૧ વર્ષ પૂરાં થયાં છે.  ૭૮ વર્ષના અમિતાભ બચ્ચનને આ નિમિતે તેમના એક ફેને 'કૌન બનેગા કરોડપતિ' (કેબીસી)ના સેટ પર ૭ નવેમ્બરે એક રંગોળી ભેટમાં આપી હતી જેમાં બિગ બીની ઇમેજ ઉપરાંત એક બાજુ તેમની ફિલ્મ 'સાત હિન્દુસ્તાની 'નું નામ લખેલુ છે અને બીજી બાજુ તેમની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું નામ લખેલુ છે.  આ રંગોળીમાં 'સાત હિન્દુસ્તાની'ની રિલીઝ -ડેટ પણ લખવામાં આવી છે.

(2:42 pm IST)