Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ઐશ્વર્યા અને અભિષેક પુત્રી આરાધ્યને ઓનલાઇન ભણતરમાં કરે છે ખુબ મદદ

અમિતાભ બચ્ચને કોન બનેગા કરોડપતિ શોમાં કરી વાત

મુંબઇ તા. ૧૦: કોન બનેગા કરોડપતિની તેરમી સિઝન હાલ ચાલી રહી છે. તાજતેરમાં સંચાલક અમિતાભ બચ્ચને કહ્યું હતું કે તેની પોૈત્રી આરાધ્યાને તેના ઓનલાઇન ભણતરમાં પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધૂ એશ્વર્યા ખુબ જ મદદ કરે છે. આરાધ્યને કોઇપણ પ્રકારની મદદની જરૂર હોય તો બંને તેનું પુરૂ ધ્યાન રાખી મદદ કરે છે. આ દરેક માતા-પિતા માટે જરૂરી પણ છે. બાળકોના ભણતર ઉપર પણ માતા પિતાએ ધ્યાન આપવું જ જોઇએ. જેથી કરીને બાળકોનું ભણતર અને ભવિષ્ય બંને સારા બની શકે.

કોૈન બનેગા કરોડપતિમાં સ્પર્ધક કલ્પનાસિંહ કે જે સ્કૂલના પ્રિન્સીપાલ છે તેમણે અમિતાભને સવાલ કર્યો હતો કે ઓનલાઇન કલાસીસ સામે પડકારો શું છે? તેની વાત કરતાં અમિતાભે પોતાની જ પોૈત્રીનો દાખલો ટાંકીને વાત કરી હતી.  અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ઓનલાઇન વર્ગ હોય કે બાળકો ઘરે બેસીને ભણતા હોય દરેક માતા-પિતાએ તેના પર ધ્યાન આપી સહકાર આપવો જોઇએ. શિક્ષકોએ પણ બાળકોને ઓનલાઇન સારામાં સારી શિક્ષા આપવાનો પ્રયાસ કરવો જોઇએ.

(3:29 pm IST)