Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ટોચના અભિનેતાઓને કારણે જલ્દી ખ્યાતી મળીઃ વાણી કપૂર

દિલ્હીની સુંદરી વાણી કપૂર આજે બોલીવૂડમાં જાણીતી બની ગઇ છે. નવ વર્ષ પહેલા બોલીવૂડમાં શુધ્ધ દેશી રોમાન્સ ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરનાર વાણીએ એ પછી તમિલ ફિલ્મ કરી હતી. બેફિક્રે, વોર સહિતની ફિલ્મોએ તેને ઓળખ અપાવી હતી. હાલમાં જ અક્ષય કુમાર સાથેની બેલબોટમમાં તે દેખાઇ હતી. હવે પછી તે સમશેરા અને ચંદીગઢ કરે આશિકીમાં જોવા મળવાની છે. તે ઇચ્છે છે કે હવે મહામારીનો જલ્દી અંત આવી જાય. બધા લોકો શારીરિક, માનસિક અને લાગણીશીલતાની દ્રષ્ટીએ બહુ થાકી ગયા છે. વાણી એ વાત પણ સ્વીકારે છે કે મને બોલીવૂડમાં ટોચના અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી હોવાથી અહિ ઝડપથી ખ્યાતી મળી ગઇ છે. રણવીરસિંહ, રિતીક રોશન, અક્ષય કુમાર, રણબીર કપૂર જેવા કલાકારો સાથે કામ કરવાની તક મળતાં તે ખુબ આનંદીત રહે છે.  બહારથી આવીને સફળતા મેળવ્યાની તેને સતત ખુશી છે. 

(10:07 am IST)