Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

બિગ બોસમાં ટેલિવિઝન ઇન્‍ડસ્‍ટ્રીની જાણીતી અભિનેત્રી રિદ્ધિમા પંડિતે આર્થિક તંગીના કારણે એન્‍ટ્રી લીધી હોવાની સોશ્‍યલ મીડિયામાં ભારે ચર્ચા

પહેલા કરતા અમારા પેમેન્‍ટમાં કાપ મુકાયો છેઃ ફાયનાન્‍સિયલ તકલીફના કારણે પ્રવેશની વાત નકારી

નવી દિલ્લીઃ બિગ બોસ OTT હાલ ટોક ઓફ ધ ટાઉન છે, શોની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. કરણ જોહર બિગ બોસ OTTના હોસ્ટ છે, કરણ જોહર સાથે મલાઈકા અરોરાએ પણ કન્ટેસ્ટન્ટ સાથે મજાક મસ્તી કરી. આ વખતે બિગબોસમાં ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની જાણિતી અભિનેત્રી રિદ્ધિમા પંડિતે પણ એન્ટ્રી લીધી છે. રિદ્ધિમા પંડિતની બિગ બોસ OTTમાં એન્ટ્રીને લઈ તેના ફેન્સમાં ભારે ઉત્સુકતા છે. રિદ્ધિમાં પંડિતની બિગ બોસમાં એન્ટ્રી પર સોશિયલ મીડિયામાં ચર્ચા ઉઠી કે રિદ્ધિમાએ આર્થિક તંગીના કારણે બિગ બોસના ઘરમાં એન્ટ્રી લીધી છે. ત્યારે આ ચર્ચા પર રિદ્ધિમા પંડિતે જ ખુલાસો કર્યો છે. રિદ્ધિમા પંડિતે ખાનગી મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ફાઈનાન્સિયલ ક્રાઈસિસના કારણે તેને ઘરમાં પ્રવેશ લીધો તે વાતમાં કોઈ તથ્ય નથી. તે દર્શકોમાં પોતાની વિઝિબિલીટી વધારવા માટે એન્ટ્રી લીધી છે. રિદ્ધિમાંએ વધુમાં કહ્યું કે- તેણે રૂપિયા વિશે બહુ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે એના પિતા ઘણા સપોર્ટિવ છે.

લૉકડાઉનના સમયમાં કામ બંધ તો બીજીતરફ Feesમાં થયેલી કપાતના કારણે કલાકારોને તકલીફ પડી છે તેના પર રિદ્ધિમાએ સહમતિ દર્શાવી...' હા બિલ્કુલ, મને નથી લાગતું કે લૉકડાઉનમાં કોઈએ પણ સારી કમાણી કરી હોય, પહેલા કરતા હવે અમારી પેમેન્ટમાં કાપ મૂકાઈને આવે છે. લૉકડાઉન સમયે મારી કોઈ કમાણી નહોંતી કેમ કે મારા હાથ પર કોઈ પ્રોજેક્ટ નહોંતો. રિદ્ધિમાએ કોરોના મહામારીની સ્થિતિ પર કહ્યું કે મારી મમ્મીને દાખલ કરેલી હતી, એ સમયે એવું જરૂરી નહોતું કે હું હોસ્પિટલના બિલ ભરું પણ મે આ જવાબદારી મારા પર લીધી, અને ત્યારબાદ મને લાગ્યું કે હોસ્પિટલના મોટા ખર્ચા કરવા કેટલા મુશ્કેલ હોય છે. એવું કહેવું અતિશ્યોશક્તિ કહેવાશે કે હોસ્પિટલોએ લૂટ ચલાવી હતી પરંતુ મને એમ થાય કે 'જેમની પાસે રૂપિયા નહોંતા તેઓએ મેડિકલ સુવિધાઓ કેવી રીતે મેળવી હશે?'

રૂપિયાના પ્રેશરમાં નહીં પરંતુ દર્શકો સમક્ષ વધુ સ્ક્રીનમાં દેખાવવા માટે હું બિગબોસ OTT  કરી રહ્યો છું. હું મારા ઓડિયન્સથી દૂર રહેવા માગતી નથી, લોકો બિગ બોસને જોવા એકસાઈટેડ હોય છે તેના માટે અને તે મને ખબર હતી, મને સ્ક્રીન પર જોવા માટે મારા ફેન્સ પણ ઉત્સુક છે. એક એકટર તરીકે મે આ બધુ ખૂબ મિસ કર્યું.રિદ્ધિમા પંડિતને લાઈફ ઓકેની સિરિયલ 'બહુ હમારી રજનીકાંત'થી ખૂબ લોકપ્રિયતા મળી જેમાં તેને રોબોટનું પાભ ભજવ્યુ હતું. રિદ્ધિમાએ 'ખતરો કે ખિલાડી'માં ઘણી આગળ વધી અને સેકન્ડ રનરઅપ રહી. ત્યારબાદ તેણે ભારતી અને હર્ષનો શો 'ખતરા ખતરા ખતરા'માં કામ કર્યું છે.રિદ્ધિમા પંડિતે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. રિદ્ધિમાંએ જાણિતી જાહેરાતોમાં કામ કર્યુ હતું. રિદ્ધિમાં પંડિતે ખૂબ ઓછા સમયમાં લોકપ્રિયતા મેળવી છે.

(4:38 pm IST)