Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

કરીના-સૈફે બીજા દિકરાનું નામ જહાંગીર અલી ખાન રાખ્યું ટ્રોલર્સએ કહ્યું-હવે ત્રીજાનું ઓૈરંગઝેબ રાખી લેજો!

મુંબઇ તા. ૧૦: અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને પોતાના બીજા પુત્રનું નામ જહાંગીર રાખ્યું છે. જો કે આ વાતનો ખુલાસો કરીના કે સૈફે કર્યો નથી. પરંતુ કરીનાના પુસ્તક પ્રેગનન્સી બાઇબલમાં આ નામનો ખુલાસો થયો છે. આ પુસ્તકમાં કરીનાએ પોતાની પ્રેગનન્સીનો સમગ્ર અનુભવ તાંકયો છે. અમુક પેજ પર કરીનાએ બીજા દિકરાનું નામ જેહ લખ્યું છે. પણ આગળ જતાં તેણે આ દિકરાનું નામ જહાંગીર દર્શાવ્યું છે. અમર ઉજાલાના અહેવાલ મુજબ કરીના અને સૈફ અલી ખાન પહેલા દિકરાના નામ તૈમુરને કારણે ખુબ ચર્ચામાં આવ્યા હતાં અને ટ્રોલ થયા હતાં. હવે ફરીથી બીજા દિકરાના નામને કારણે પણ આવુ થયું છે. મુઘલ બાદશાહ જહાંગીરના નામ પરથી બીજા દિકરાનું નામ જહાંગીર અલી ખાન રાખતાં ટ્રોલર્સએ કરીનાને હવે ત્રીજા દિકરાનું નામ ઓૈરંગજેબ રાખી લેવા કહ્યું છે. ઓૈરંગજેબની ઓળખ ક્રુર રાજા તરીકે હતી. તે ભારત પર રાજ કરનારો છઠ્ઠો મુઘલ શાસક હતો.

(3:29 pm IST)