Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

રાખી સાવંત કરી રહી છે ઓલિમ્‍પિકની તૈયારી ! રસ્‍તા વચ્‍ચે દોડીને ફેંક્‍યો ભાલો !

ભાલો ફેંકવાનું ભૂત સવાર થઇ ગયુ લાગે છે :વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે

 

મુંબઇ,તા. ૧૦: રાખી સાવંત કે જેને કોઈ ને કોઈ બહાને ચર્ચામાં રહેવાની આદત પડી ગઈ છે. ટોક્‍યો ઓલિમ્‍પિકમાં નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્‍ડ મેડલ જીત્‍યો. તો રાખી સાવંત પર પણ જાણે કે ભાલા ફેંકનું ભૂત સવાર થઈ ગયુ હોય એવું લાગે છે. રાખી સાવંત પણ પોતાની જાતને ભાલો ફેંકવાથી રોકી શકી નહીં. એટલે જ રાખી સાવંત રસ્‍તા વચ્‍ચો વચ્‍ચ ઉતરીને નીરજ ચોપરાની જેમ ભાલો ફેંકવાનો પ્રયાસ કરતી જોવા મળી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં આ વિડીયો પર તેના ફેન્‍સ અલગ અલગ કમેન્‍ટ પણ કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા રાખી સાવંતના વિડીયોમાં દેખાય છે કે, પિંક કલરનું ટોપ પહેરીને રાખી સાવંત રસ્‍તા વચ્‍ચો વચ્‍ચ દોડીને ભાલાના બદલે એક દંડો ફેંકી રહી છે. આસપાસમાં ઊભેલા લોકોને તે કહે છે કે, મેં પ્રયાસ તો કર્યો ને. મેં સારી રીતે ભાલો ફેંક્‍યો ને. એકદમ કડક ફેંક્‍યો ને. એ પછી રાખી જય હિન્‍દ અને જય હોના નારા પણ લગાવે છે. છેલ્લે તે લોકોને બાય બાય કહીને પોતાની કારમાં બેસીને જતી રહે છે. તેના ફેન્‍સ પણ તેને બાય બાય કહે છે. રાખીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

રાખીના એક ફેને લખ્‍યું કે, ખૂબ જ સારા દિલની છે. અન્‍ય નોટંકી ક્‍વિન્‍સથી તો ખૂબ જ સારૂ. તો અન્‍ય એક ફેને લખ્‍યું કે, એકદમ શુદ્ધ દિલ કી...ઝલ્લી હૈ, પર અચ્‍છી હૈ. તો કેટલાક ફેન્‍સે રાખી સાવંતને ક્‍યૂટ ગણાવી. જયારે એક ફેને તો લખી જ દીદ્યુ કે, તે આગામી ૨૦૨૪ના પેરિસ ઓલિમ્‍પિકમાં જવાની છે. તો કેટલાક યૂઝર્સે રાખીને ટ્રોલ કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ એ તો માનવું જ પડે કે રાખી હંમેશા તેના બિન્‍દાસ્‍ત અંદાજ સાથે જ સામે આવે છે.

(10:24 am IST)