Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ફરી ટીવી પરદે આવી ઇશિતા

ટીવી અને ફિલ્મોમાં કામ કરી ચુકેલી ઇશિતા દત્તા ફરી એક વખત ટીવી પરદે જોવા મળવાની છે. 'થોડા સા બાદલ, થોડા સા પાની' નામનો શો કલર્સ પર આવી રહ્યો છે. જેમાં તે કાજોલ મુખર્જી નામની મધ્યમવર્ગીય બંગાળી પરિવારની દિકરીના રોલમાં છે. જેની ઇચ્છા સપનાના રાજકૂમાર સાથે પરણવાની હોય છે. કાજોલ સ્વીટ તો છે, પણ સ્માર્ટ નથી.  તે હોશિયાર હોય છે, પરંતુ બહારની દુનિયા કેવી હોય છે તેની તેને ખબર નથી. અચાનક જ તે પિતાને ગુમાવી બેસે છે. એ પછી તે પરિવારની જવાબદારી ઉઠાવી લે છે અને પોતાના સપનાના રાજકુમાર સાથે લગ્ન કરવાનું સપનું પડતું મુકે છે. ઈશિતાએ ઘણા શોમાં કામ કર્યું છે અને તેણે અજય દેવગન સાથેની 'દૃશ્યમ'માં પણ કામ કર્યું હતું. તેણે વત્સલ શેઠ સાથે લગ્ન કર્યાં છે. શો ઇશિતાએ કહ્યું હતું કે 'કલર્સ મારા માટે હંમેશાં ઘર જેવું રહ્યું છે અને આ ચેનલ સાથે 'થોડા સા બાદલ, થોડા સા પાની' દ્વારા ફરી કામ કરવાની મને ખુશી છે. મારું કાજોલનું પાત્ર ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યું છે. આ એક એવું પાત્ર છે જેની સાથે દરેક વ્યકિત જોડાઇ શકે છે.

(10:25 am IST)