Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

એ કારણે ગજબની એનર્જી આવી ગઇ હતીઃ શરદ કેલકર

શરદ કેલકરે ટીવી અને ફિલ્મો એમ બંને માધ્યમમાં પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી ચુકેલો શરદ કેલકર સતત પોતાના અભિનયને કારણે પ્રશંસા મેળવતો રહે છે. શરદે હવે અજય દેવગણની ફિલ્મ ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં આર્મી ઓફિસરનો રોલ ભજવ્યો છે. શરદ કહે છે- યુનિફોર્મ પહેરીને કામ કરવું ખૂબ જવાબદારીભર્યુ હોય છે. આ ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર આ શુક્રવારે ૧૩મીએ રિલીઝ થવાની છે. આ એક વાસ્તવિક ઘટના પરથી પ્રેરિત થઇને બનાવવામાં આવેલી ફિલ્મ છે જેમાં સૈનિકોની સાથે એ ગામની મહિલાઓએ પણ કેવી બહાદુરી દેખાડી હતી એની વાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં શરદ આર્મી ઓફિસર આર. કે. નાયરના પાત્રમાં છે. શરદ કહે છે આવા પાત્રમાં જે તે વ્યકિત અને યુનિફોર્મનું સન્માન જાળવવું પડે છે. આર. કે. નાયરનું પાત્ર ભજવવાથી અને યુનિફોર્મ પહેરવાથી મારા અભિનયમાં એક ગજબની એનર્જી આવી ગઇ હતી.

(10:06 am IST)