Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

હું આવું ફરી કદી નહિ કરું: ક્રિતી

ક્રિતી સેનનના મીમીના પાત્રને દર્શકોએ વિવેચકોએ ખુબ વખાણ્યું છે. આ ફિલ્મના તેના કામે તેને વધુ સફળ અભિનેત્રીની હરોળમાં મુકી દીધી છે. ક્રિતીએ મીમીના પાત્ર માટે પંદર કિલો જેટલુ વજન વધાર્યુ હતું. કારણ કે એ સગર્ભાનું પાત્ર તેને અહિ ભજવવાનું હતું. ક્રિતી કહે છે વજન વારંવાર વધારવું અને પછી ઘટાડવું એ શરીર માટે ખુબ નુકસાનદાયક બની શકે છે. આથી કોઇપણ એકટર વારંવાર પાત્ર માટે વારંવાર વજન વધારતો અથવા તો ઘટાડતો નથી. મેં પણ નક્કી કર્યુ છે કે હું આવું ફરીથી કદી નહિ કરું. પરંતુ કોઈ પાત્રમાં તમે જ્યારે ઊંડા ઊતરી જાઓ છો ત્યારે તમે તમારું સંપૂર્ણ આપવા માગો છો. મને લાગ્યું હતું કે આ પાત્ર ખૂબ મહત્ત્વનું છે અને એથી જ મેં વધુ મહેનત કરી, શરીર પણ વધાર્યુ અને તેની અસર પરદા પર દેખાઇ હતી.  શરીર માટે આ વધુ સુરક્ષિત નથી, કારણ કે મેં ફકત બે-અઢી મહિનામાં વજન વધારી દીધું હતું. આ વજન ઉતારવા માટે મારી પાસે ઘણો સમય છે. પરંતુ આવું હું વારંવાર નથી કરવાની.

(10:06 am IST)