Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

બમન ઈરાનીની ડેબ્‍યુ સિરીઝ ‘માસૂમ' ૧૭ જૂને થશે રિલીઝ

મુંબઇ,તા. ૧૦: બમન ઈરાનીની ડેબ્‍યુ વેબ-સિરીઝ ‘માસૂમ' હવે ૧૭ જૂને રિલીઝ થવાની છે. ડિઝની + હોટસ્‍ટાર પર આવી રહેલી છ એપિસોડની આ સિરીઝમાં પંજાબના કપૂર ફેમિલીની વાત કરવામાં આવી છે. સમય અને એમ્‍બિશનને કારણે રિલેશનશિપમાં જે બદલાવ આવે છે એના પર આ વાત કરવામાં આવી છે. મિહિર દેસાઈ દ્વારા ડિરેક્‍ટ કરવામાં આવેલા આ શોમાં સમારા તિજોરી, મંજરી ફડણીસ, વીર રાજવત સિંહ, ઉપાસના સિંહ અને મનુરિશી ચઢ્ઢાએ કામ કર્યું છે. આ વિશે વાત કરતાં બમન ઈરાનીએ કહ્યું હતું કે ‘હું ડિઝની + હો.ટસ્‍ટારની ‘માસૂમ' દ્વારા ઘણા લાંબા સમય બાદ મારો ડિજિટલ ડેબ્‍યુ કરી રહ્યો છું. આ પ્‍લેટફોર્મ દ્વારા આ વર્ષે ઘણી સારી સિરીઝને બનાવવામાં આવી છે જેમાંની ઘણી મારી ફેવરિટ છે. આ સિરીઝે મારા માટે નવા દરવાજા ખોલ્‍યા છે અને એના દ્વારા હું ઘણા લોકો સુધી પહોંચી શકીશ. મારી રીલ લાઇફ દીકરી સમારાના પિતાનું પાત્ર ભજવવું ખૂબ જ ચેલેન્‍જિંગ હતુ. સમારા અને ક્રૂના મેમ્‍બર્સ સાથે એક્‍ટિંગ કરવી ખૂબ જ સારું રહ્યું હતું. એક યંગ એક્‍ટર તેની આર્ટને નિખારે છે એ જોવાનો મને ચાન્‍સ મળ્‍યો છે.' 

(10:20 am IST)