Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કંગનાની ફિલ્‍મના કેટલાક દ્રશ્‍યોનું ફરીથી શુટીંગ થશે

અભિનેત્રી કંગના રનોૈત બોલીવૂડમાં આપબળે આગળ વધી છે. બેબાક બોલવા માટે જાણીતી આ અભિનેત્રીએ પોતાની અભિનય ક્ષમતા પણ સાબિત કરી દેખાડી છે. જો કે હાલમાં જ આવેલી તેની ફિલ્‍મ ધાકડની હાલત અત્‍યંત ખરાબ થઇ ગઇ હતી. આ ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર ઉંધા માથે પટકાઇ ગઇ હતી. ધાકડની આવી હાલત થયા પછી હવે કંગનાની તેજસ ફિલ્‍મનું શું થશે એ વિચારે નિર્માતા મુંજાયા છે. આ કારણે તેજસના કેટલાક દ્રશ્‍યોનું ફરીથી શુટીંગ કરવામાં આવશે. આ ફિલ્‍મને હવે ઓનલાઇન રિલીઝ કરવાની પણ ચર્ચા ચાલી રહી છે.  તેજસ ફિલ્‍મને પણ દર્શકો નકારી ન કાઢે એ માટે  તકેદારી લેવામાં આવી રહી છે. આ જ કારણ છે કે રોની સ્‍ક્રૂવાલાએ ફિલ્‍મના કેટલાક ભાગનું ફરીથી શુટીંગ કરવાનું નક્કી કર્યું છે.  જો ડિજિટલ પ્‍લૅટફોર્મ પર ફિલ્‍મ રિલીઝ કરવામાં આવે તો એનાથી નિર્માતા, નિર્દેશક અને કલાકારોને ફાયદો થાય તેમ છે.  આ ફિલ્‍મ મહિલા ફાઇટર પાઇલટ પર આધારિત છે.

(10:09 am IST)