Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

આ ફિલ્‍મે મને ઘણું શીખવ્‍યું છેઃ શાહિદ

શાહિદ કપૂર આજે બોલીવૂડનો ટોચનો અભિનેતા છે. હાલમાં તે બ્‍લડી ડેડ્ડી નામની ફિલ્‍મ કરી રહ્યો છે. તાજેતરમાં તેની ફિલ્‍મ જર્સી આવી હતી. જો કે દર્શકોએ આ ફિલ્‍મની બહુ પ્રેમ આપ્‍યો નથી. આમ છતાં શાહિદ કહે છે કે આ ફિલ્‍મથી ખુશ છે. ક્રિકેટ પર આધારીત જર્સીમાં શાહિદ સાથે પંકજ કપૂર અને મૃણાલ ઠાકુર મુખ્‍ય ભુમિકામાં હતાં. શાહિદ કહે છે કોરોના પછી આપણે એ સમજવું પડશે કે દર્શકોને શું જોઇએ છે. જર્સી ફિલ્‍મને ઘણો પ્રેમ મળ્‍યો છે. મેં એમાંથી ઘણું શીખ્‍યું છે. આ ફિલ્‍મ કાયમ મારા દિલની નજીક રહેશે. મને આ ફિલ્‍મે શીખવ્‍યું છે કે જિંદગીમાં ગમે ત્‍યારે કંઇપણ બની શકે.  વર્ષ ૨૦૦૩માં શાહીદની પહેલી ફિલ્‍મ ઇશ્‍ક વિશ્‍ક આવી હતી. જો કે એ પહેલા ૯૭-૯૯માં બે ફિલ્‍મો દિલ તો પાગલ હૈ અને તાલમાં તે ડાન્‍સર તરીકે કામ કરી ચુક્‍યો હતો. ફિદા, દિલ માંગે મોર, શીખર, ૩૬ ચાઇના ટાઉન, ચુપ ચુપ કે, વિવાહ સહિતની ફિલ્‍મો તેણે કરી છે. કરીના કપૂર સાથેની જબ વી મેટએ તેને સ્‍ટારડમ અપાવ્‍યું હતું. કમીનેના એક્‍શન રોલમાં તેણે જમાવટ કરી હતી.

(10:09 am IST)