News of Saturday, 10th February 2018

જંગલીના સેટ પર વિધુતને માથામાં ઇજા

મુંબઈ:કમાન્ડો ફેમ કસરતબાજ અભિનેતા વિદ્યુત જામવાલને એેની આગામી ફિલ્મ જંગલીનો એેક સ્ટંટ કરવા જતાં ગંભીર ઇજા થઇ હતી. એને તત્કાળ મેડિકલ સેન્ટરમાં લઇ જવાયો હતો જ્યાં એેને પાટાપીંડી કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ એને આરામ કરવાની સલાહ આપી હતી પરંતુ એણે થોડા કલાકો પછી ફરી શૂટિંગ શરૃ કરી દીધું હતું. એણે કહ્યું કે દરેક કલાકારે પોતાના સ્ટંટ જાતે કરવાનો આગ્રહ રાખવો જોઇએ. મને ઇજા થઇ એવી સ્ટંટમેનને પણ થઇ શકે. હંુ સ્ટાર છું માટે મને મળે એવી સગવડ કદાચ સ્ટંટમેનને પણ મળે. મારા સ્ટંટ હું જાતે કરવાનો આગ્રહ રાખતો હોઉં છું. જોખમી હોવાથી સ્ટંટ કરવાથી હું ડરતો નથી. મારી જવાબદારી છે. જંગલીમાં માણસ અને હાથીઓ વચ્ચેના સંબંધની વાત છે. તાજેતરમાં ફિલ્મનંુ પહેલું શિડયુલ થાઇલેન્ડમાં પૂરું થયું હતું. હાલ એનંુ બીજું શિડયુલ ચાલી રહ્યું છે.

(5:27 pm IST)
  • ફેહકુલ્વાયોની સિક્સર સાથે સાઉથ આફ્રિકાએ ચોથો વનડે 5 વિકેટે ભારત સામે જીતી લીધો : મેચમાં શીખર ધવનની નોંધાઈ જબરદસ્ત સદી : ભારતે આપેલ ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો : ભારત હજુ પણ સીરીઝમાં ૩-1થી આગળ access_time 1:56 am IST

  • અમિત શાહની મુલાકાત દરમિયાન સુરક્ષા માટે હરિયાણા સરકારે કેન્દ્ર પાસે ૧૫૦ CRPFની કંપનીઓ માંગી : જાટ સમુદાયના વિરોધનો ડર? access_time 12:31 pm IST

  • રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત : ત્રણ ગંભીર : હોસ્પિટલમાં ખસેડાયા : ફૂડ પોઇઝનની અસર : હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ? તપાસ શરૂ : એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી : ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 9:23 am IST