Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

હું ફિલ્મોની પાછળ દોડતો નથી: શાહરૂખ ખાન

બોલિવૂડના બેતાજ બાદશાહ શાહરૂખ ખાન કહે છે: દરેકની ફિલ્મ પસંદ કરવાની આગવી સ્ટાઇલ હોય છે

મુંબઇ : બોલિવૂડના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા અભિનેતા-ફિલ્મ સર્જક શાહરૂખ ખાને કહ્યંુ હતું કે હું ફિલ્મોની પાછળ દોડતો નથી, ફિલ્મો મને શોધતી આવે છે.

 

તમે અક્ષય કુમાર જેવી ટોયલેટ એક પ્રેમકથા કે પેડમેન જેવી ફિલ્મો કરો ખરા ? એવા સવાલના જવાબમાં એણે કહ્યુંકે દરેક કલાકારની ફિલ્મ પસંદ કરવાની આગવી પદ્ધતિ અને શૈલી હોય છે. મારી સ્ટાઇલ અલગ છે. હું ફિલ્મોની પાછળ દોડતો નથી, જે સર્જકને એમ લાગે કે હું એની ફિલ્મ  માટે યોગ્ય છું એ મને ગોતતા આવે છે. અક્ષય કુમારની પોતાની સ્ટાઇલ છે, મારી કામ કરવાની પોતાની સ્ટાઇલ છે.

'હું પોતે પણ છેલ્લાં પંદર વર્ષથી પ્રોડયુસર છું. એટલે હું ફિલ્મો શોધવા જતો નથી. જે સર્જકને એમ લાગે કે એની સ્ક્રીપ્ટ શાહરૂખ ખાનના વ્યક્તિત્વને યોગ્ય છે એ મને શોધતા આવી જાય છે...મેં પ્રોડયુસર તરીકે કદી મારા પોતાના માટે ફિલ્મ બનાવી નથી. મને એમ લાગે ચે કે ફિલ્મો મને પસંદ કરે છે, હું ફિલ્મોને પસંદ કરતો નથી...'

ઓટો એક્સપો ૨૦૧૮માં સિલેક્ટેડ મિડિયામેન સાથે શાહરૂખ વાત કરી રહ્યો હતો. એણે કહ્યું કે કયા કલાકારે કઇ ફિલ્મ કયા કારણે પસંદ કરી એ કહેવું બહુ મુશ્કેલ હોય છે. દરેકની પોતાની આગવી પસંદગી હોય છે.

(5:12 pm IST)