Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

શુટીંગમાં સતત વ્યસ્ત ઉર્વશી

પોતાની સુંદરતા અને સોશિયલ મિડીયા પર સતત પોતાની તસ્વીરોને કારણે ચર્ચામં રહેતી અભિનેત્રી ઉર્વશી રોૈતેલા ફિલ્મોના કામમાં પણ સતત વ્યસ્ત છે. તે હાલમાં જ એક ફિલ્મના શુટીંગ માટે યુક્રેન ગઇ હતી. આ એક એકશન ફિલ્મ છે. આ ફિલ્મમાં હાઇ વોલ્ટેજ ડ્રામા અને એકશન છે. ઉર્વશી પહેલેથી જ ફિટ અને ફાઇન છે. તે આ ફિલ્મમાં પોતાના ભાગના સ્ટંટ સિન કરવા માટે સખત મહેનત કરી રહી છે. સોશિયલ મિડીયા પર સતત એકટીવ રહેતી ઉર્વશી પોતાની ડેઇલી લાઇફમાં પણ અપ ટુ ડેટ રહેવાની કોશિષ કરે છે. બોલીવૂડ ઉપરાંત સાઉથની ફિલ્મો પણ ઉર્વશી કરતી રહે છે. તેની એક તમિલ ફિલ્મ પણ રિલીઝ થવાની છે. જેમાં તે માઇક્રોબાયોલોજીસ્ટની ભુમિકા નિભાવી રહી છે. આ ઉપરાંત ઉર્વશી એક  થ્રિલર ફિલ્મ બ્લેક રોજ, થિરુતુ પાયલ-૨ની હિન્દી રિમેક અને એક વેબ સિરીઝ ઇન્સપેકટર અવિનાશમાં પણ કામ કરી રહી છે.

(10:06 am IST)