Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

વાયરલ થયો ચિત્રાંગદા સિંહનો બોલ્ડ અંદાજ

અભિનેત્રી ચિત્રાંગદા સિંહ લાંબા સમય પછી ફરી ફિલ્મમાં જોવા મળી છે. અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ બોબ વિશ્વાસમાં તે મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. ફિલ્મના ટ્રેલરને લોકોએ ખુબ વખાણ્યું હતું. ચિત્રાંગદા સિંહ પહેલા પણ ફિલ્મોમાં પોતાની અદા દેખાડી ચુકી છે. સોશિયલ મિડીયા પર તે હોટનેસને કારણે સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે સાડી સાથે ડીપનેક બ્લાઉઝ સાથેની તસ્વીરો મુકી હતી. જે ખુબ જ વાયરલ થઇ હતી. તેના બોલ્ડ અંદાજને ચાહકોએ ખુબ પસંદ કર્યો છે. કાનમાં એરીંગ તેના લૂકને વધુ સુંદર બનાવી રહ્યા હતાં. જોધપુર રાજસ્થાનની ચિત્રાંગદાએ  ૨૦૦૫માં હજારો ખ્વાહીશે ઐસીથી શરૂઆત કરી હતી. કલ, સોરી ભાઇ, યે સાલી જિંદગી, દેશી બોયઝ, ઇન્કાર, ગબ્બર ઇઝ બેક સહિતની ફિલ્મો કરી છે. તમિલ ફિલ્મ પણ તે કરી ચુકી છે. ગયા વર્ષે તે ઘૂમકેતુમાં દેખાઇ હતી. સાહેબ બીબી ઓૈર ગેંગસ્ટર-૩નો તેનો અભિનય ખુબ વખાણાયો હતો. હવે તે બોબ વિશ્વાસમાં જોવા મળી છે.

(10:06 am IST)