Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કેટરીના કૈફ વધુ એક વખત અલી અબ્બાસની ફિલ્મમાં

કેટરીના કૈફ છેલ્લે સલમાન ખાન સાથે ફિલ્મ ભારતમાં જોવા મળી હતી. હવે તે ફરી એક વખત પોતાના મિત્ર અલી અબ્બાસ જફર સાથે એક સુપરહિરો ફિલ્મ કરી રહી છે. જેમાં તેને મુખ્ય રોલ મળ્યો છે. અલી અને કેટરીનાએ જેટલી ફિલ્મો સાથે કરી છે તે તમામ સુપરહિટ રહી છે. હવે ફરીથી આ બંને સાથે મળી ધમાકો કરશે. અલીની કેટરીનાને લઇને બનાવવામાં આવી રહેલી ફિલ્મનું શુટીંગ આવતા વર્ષના પ્રારંભે શરૂ થઇ જશે. આ માટે તમામ તૈયારીઓ થઇ રહી છે. ટાઇગર જિંદા હૈ ફિલ્મમાં અલીએ કેટરીના પાસે એકશન સિન પણ કરાવ્યા હતાં જે દર્શકોને ખુબ ગમ્યા હતાં. ભારતમાં પણ આ બંનેએ સાથે કામ કર્યુ હતું. સોૈથી પહેલા કેટરીનાએ મેરે બ્રધર કી દુલ્હનમાં અલી અબ્બાસ સાથે કામ કર્યુ હતું. એ ફિલ્મ પણ હિટ નિવડી હતી. કેટરીનાની આ નવી ફિલ્મની કહાની શું હશે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પણ ચાહકોને ટુંકા સમયમાં જ કેટરીના ખાસ રોલમાં જોવા મળે તેવી શકયતા છે.

(10:07 am IST)