Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

આવું ભાગ્‍યે જ થાય છેઃ આલિયા

આલિયા ભટ્ટની ફિલ્‍મો બ્રહ્માષા, ડાર્લિંગ્‍સ, રોકી ઓૈર રાની અને હાર્ટ ઓફ સ્‍ટોન ચર્ચામાં હતી. જે પૈકી રોકી ઓૈર રોનીનું કામ આલિયા પ્રેગનન્‍ટ થતાં થોડી પાછળ ઠેલવામાં આવ્‍યું છે. હવે તેની ફિલ્‍મ ડાર્લિંગ્‍સ રિલીઝ થવાની છે. આ ફિલ્‍મ તેણે શાહરૂખ ખાનની પત્‍નિ ગોૈરી ખાન સાથે મળીને પ્રોડયુસ કરી છે. ફિલ્‍મ પાંચમી ઓગષ્‍ટે નેટફિલક્‍સ પર રિલીઝ થઇ રહી છે. આલિયાએ કહ્યું હતું કે આ ફિલ્‍મ ગોૈરી ખાનને પસંદ પડી ગઇ એ કારણે હું ખુબ જ ખુશ છું. એવું બહુ ઓછુ બને છે કે કોઇ ફિલ્‍મ જટ દઇને ગોૈરીને પસંદ પડી હોય.  ગૌરીને મારી ફિલ્‍મ પસંદ પડી હોવાથી મને હાશકારો થયો હતો. આવું ભાગ્‍યે જ બને છે. ગૌરીને બધી ફિલ્‍મ પસંદ નથી પડતી. તે ફિલ્‍મ પ્રોડ્‍યુસ કરી રહી હોય તો પણ તેને બધી ફિલ્‍મ પસંદ નથી પડતી. જોકે આ બાબતમાં મને શાંતિ થઈ હતી. શાહરૂખ ખાને પણ કહ્યું હતું કે ગૌરીને પસંદ પડી હોવાથી ફિલ્‍મ સફળ રહેવાની શક્‍યતા વધારે જણાય છે.

(12:14 pm IST)