Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

નીના ગુપ્તા કદી ખોટા નથી પડ્યાઃ મનોજ

અભિનેતા મનોજ બાજપાઇ વધુ એક વખત પોલીસ ફરજ સાથે સંકળાયેલા રોલમાં જોવા મળવાનો છે. હાલમાં જ ઝી ફાઇવ પર રિલીઝ થયેલી થ્રિલર ફિલ્મ ડાયલ-૧૦૦માં તે પોલીસ કન્ટ્રોલ રૂમના કર્મચારી નિખીલ સૂદના રોલમાં દેખાયો છે. તેણે સાથી કલાકારો નીના ગુપ્તા અને સાક્ષી તન્વરના વખાણ કર્યા હતાં. મનોજે કહ્યું હતું કે નીના અમારા સિનીયર છે. તે દરેક પાત્રમાં પોતાની જાત નીચોવી નાંખવા માટે જાણીતા છે. અભિનયની બાબતમાં એ કદી ખોટા નથી પડ્યા. તેઓ ખૂબ જ અસરકારક રીતે કામ કરી શકે છે. સાક્ષી તનવરને હું તે કોલેજમાં હતી ત્યારથી ઓળખુ છું. ત્યારે મારી પાસે થોડો થિએટર્સનો અનુભવ હતો. તે ડ્રામેટિક સોસાયટીમાં હતી ત્યારે મેં તેની સાથે કામ કર્યું હતું. તે મુખ્ય ભુમિકા નિભાવી રહી હતી અને હું તેનો નિર્દેશક હતો.

(9:43 am IST)