Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ફરહાન અખ્તરની આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર થશે રિલીઝ

મુંબઈ: બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર ફિલ્મ તુફાનના કારણે ચર્ચામાં રહે છે. હવે તે સ્કાય ઇઝ પિંક બાદ ફિલ્મમાં જોવા મળશે. ફરહાન અખ્તરની ફિલ્મનો પહેલો લુક પણ ચાહકોની સામે આવી ગયો છે. ફિલ્મના પોસ્ટરમાં બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર એક બક્સરના લુકમાં જોવા મળી રહ્યો છે. હવે ફિલ્મ વિશે એક મોટી વાત સામે આવી છે. વાત છે કે ફરહાન અખ્તરની ફિલ્મ તુફાન થિયેટરોમાં રિલીઝ થશે નહીં. તેને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસના ચેપને કારણે ઘણી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે.

(5:51 pm IST)