Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અભિનેત્રીએ આપી શુભેચ્છા

પુરૂષ અને મહિલાને વેતનની બાબતમાં અસમાનતા શા માટે?: દિપશીખાનો સવાલ

મુંબઇ તા. ૯: પુરૂષો અને મહિલાઓ દ્વારા સમાન રીતે ચાલતી ઇન્ડસ્ટ્રીમાં વેતનના મામલે અસમાનતાનો મુદ્દો હમેંશા ચર્ચાતો રહે છે. જો કે ટીવી ઇન્૯સ્ટ્રીમાં મહિલાઓની સ્થિતિ આ મામલે વધુ સારી છે. કારણ કે આ ઇન્ડસ્ટ્રીમાં મહિલઓનું પ્રભુત્વ છે. જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પુરૂષ પ્રધાન ગણાય છે. ત્યાં હમેંશા પુરૂષો કરતાં મહિલાઓને ઓછુ વેતન મળ્યું છે. આ મુદ્દે અભિનેત્રી દિપશીખાએ કહ્યું હતું કે આજે આપણે ૨૧મી સદીમાં જીવીએ છીએ. મહિલા દિવસ, મધર્સ ડે, બાલિકા દિવસ ઉજવીએ છીએ અને બદલાવની વાતો કરીએ છીએ. પરંતુ બદલાતુ કંઇ જ નથી.

દિપશીખા કહે છે હવેસમાજને એક સાથે બદલવાની અને એક સાથે ચાલવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર તેણે મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી અને ઇન્ડસ્ટ્રીમાં મહિલા તથા પુરૂષ કલાકાર વચ્ચે વેતન મામલે ભેદભાવ રખાય છે તેની ટીકા કરી દુઃખ વ્યકત કર્યુ હતું. દિપશીખા ૨૫ વર્ષથી મનોરંજન ઉદ્યોગમાં કાર્યરત છે. અનેક ફિલ્મો અને ટીવી શોમાં તે કામ કરી ચુકી છે. હાલમાં તે દંગલ ચેનલના શો રંજૂ કી બેટીયામાં ખાસ ભુમિકા નિભાવી રહી છે.

(12:55 pm IST)