Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

સોનાક્ષી પોલીસની વર્દીમાં : OTT પર વેબસિરીઝમાં ચમકશે

ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ

મુંબઇ,તા. ૯: બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા ઘણા વખતથી રૂપેરી પડદા પરથી ગાયબ રહી છે. એનાં પ્રશંસકો અને દર્શકો એને જોવા આતુર છે. સમાચાર એ છે સોનાક્ષી ટૂંક સમયમાં જ દબંગ અંદાઝમાં -એક નવા જ -પોલીસ ઇન્સ્પેકટરનાં રોલમાં જોવા મળશે. સોનાક્ષી તેના આ નવા પ્રોજેકટની જાહેરાત કરી ચૂકી છે. એ ટૂંક સમયમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવાની છે. ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટમાં સોનાક્ષી કોઇક રેલ્વે ટ્રેક ઉપર ભરેલી દેખાય છે. અને તેણે પોલીસ યુનિફોર્મ પહેર્યો છે. સોનાક્ષી એમેઝોન પ્રાઇમ વિડિયો માધ્યમ દ્વારા ડિજિટલ ક્ષેત્રે પદાર્પણ કરવાની છે. તેણે એના આ પ્રોજેકટ કે વેબસિરીઝનું નામ જાહેર કર્યું નથી. માત્ર કેપ્શનમાં લખ્યુ છે કે, 'સ્ત્રીઓ એટલુ બધુ હાંસલ કરી શકે છે કે એની કોઇ સીમા હોતી નથી એ હકીકત પર આપણો સામુહિક વિશ્વાસ વારંવાર મજબૂત બનતો રહયો છે.. ટૂંક સમયમાં જ પ્રાઇમ વિડિયો પર આવી રહી છે સેવા અને રક્ષા માટે ...' આ વેબસિરીઝનાં એકિઝકયુટિવ નિર્માતા છે ફરહાન અખ્તર, ઝીયા અખ્તર, રિતેશ સિંધવાની અને રીમા કાગ્તી.

સોનાક્ષીની નવી ફિલ્મ આવી છે 'ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' આ ફિલ્મમાં અજય દેવગન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ડિઝની + હોટસ્ટાર પર રિલીઝ થશે. તે ઉપરાંત સોનાક્ષી 'બુલબુલ તરંગ' નામની એક ફિલ્મમાં પણ કામ કરી રહી છે. એમાં રાજ બબ્બર પણ છે. ફિલ્મનું શૂટિંગ આ મહિને અથવા આવતા મહિને શરૂ થવાનુ છે.

(10:32 am IST)