Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

સફળતા માટે ખુબ સંઘર્ષ કર્યો શાહિદે

એવા અનેક બોલીવૂડ સ્ટાર છે જેના માતા કે પિતા અગાઉ બોલીવૂડમાં કામ કરી ચુકયા છે અને કરી રહ્યા છે. શાહિદ કપૂર પણ તેમાંનો એક છે. જો કે શાહિદે જે સફળતા મેળવી છે તે પોતાની મહેનત અને આવડતથી મેળવી છે. બોલીવૂડમાં અભિનય કારકિર્દી શરૂ કર્યા પહેલા શાહિદ ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કરી ચુકયો છે. પંકજ કપૂર અને નિલીમા અઝીમનો આ પુત્ર ઐશ્વર્યા રાયની ફિલ્મ તાલ અને કરિશ્મા કપૂરની ફિલ્મ દિલ તો પાગલ હૈમાં તેણે ડાન્સર તરીકે કામ કર્યુ હતું. તેને અભિનેતા તરીકે ચમકાવતી ફિલ્મ ઇશ્ક વિશ્ક ૨૦૦૩માં આવી હતી. એ પછી ફિદા, દિલ માંગે મોર, દિવાને હુએ પાગલ, વાહ લાઇફ હો તો ઐસી, શિખર, ૩૬ ચાઇના ટાઉન, ચુપ  ચુપ કે  જેવી ફિલ્મો આવી હતી. વિવાહ, જબ વી મેટ, કમિને આર. રાજકુમાર સહિતની ફિલ્મોએ તેને નામના અપાવી. રંગૂન, પદ્દમાવત, કબિરસિંઘ તેની ખુબ નોંધપાત્ર ફિલ્મો રહી. હવે તે જર્સી ફિલ્મમાં જોવા મળશે. ઓટીટી પ્લેટફોર્મ પર પણ એન્ટ્રી કરી રહ્યો છે. તો એક પ્રોજેકટમાં છત્રપતિ શિવાજીનો રોલ પણ તે ભજવશે તેવી ચર્ચા છે.

(10:31 am IST)