Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

વધુ એક વખત પવૈલ સાથે કામ કરશે તાપસી

અનુરાગ કશ્યપની ફિલ્મોનો ખુબ મોટો ચાહકવર્ગ છે. આ વખતે તે તાપસી પન્નને મુખ્ય ભુમિકામાં લઇને એક ફિલ્મ બનાવે છે. જેનું નામ 'દોબારા' રખાયું છે. તાપસીએ અનેક વખત અનુરાગ સાથે અગાઉ કામ કર્યુ છે. ફિલ્મમાં તાપસી સાથે પવૈલ ગુલાટી ખાસ ભુમિકામાં છે. તેણે અગાઉ ખુબ પ્રસંશા પામેલી ફિલ્મ થપ્પડમાં તાપસી સાથે ભુમિકા નિભાવી હતી.

તાપસીએ આ ફિલ્મને એક વર્ષ પુરૂ થતાં તેની ઉજવણી એક તસ્વીર પોસ્ટ કરીને કરી હતી. એકતા કપૂરની કલ્ટ મુવીઝ અને સુનિર ખેતરપાલની એથેના દ્વારા નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ પોતે કરશે. તાપસીએ બોલીવૂડમાં પોતાની મહેનત અને અભિનય ક્ષમતાને કારણે નામના મેળવી છે અને સતત મોટા પ્રોજેકટ હસ્તગત કરી રહી છે. વ્યસ્ત અભિનેત્રીઓમાં તેની ગણના થવા માંડી છે. દોબારા માટે તે ખુબ ઉત્સાહિત છે. 

(10:31 am IST)