Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

એકતાના શોમાં કામ કરશે ઇરિકા

ટીવી શો 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી' થકી ઇરિકા ફર્નાન્ડીસને ખુબ નામના મળી છે આ શો થકી ઇરિકા ટીવી જગતની મોટી અભિનેત્રી તરીકે સામે આવી છે.  હવે તે એકતા કપૂરના શોમાં કામ કરવાની છે. એકતાએ ટ્વિટ કરીને અગાઉ કહ્યું હતું કે તે કસોૈટી જિંદગી કી શોનો બીજો ભાગ બનાવશે. હવે એવી ખબર સામે આવી છે કે આ બીજી સિઝનમાં મુખ્ય રોલ ઇરિકા નિભાવશે. જો કે હજુ સત્તાવાર ઘોષણા થઇ નથી. એકતાએ પણ શો કયારે બનશે તે સ્પષ્ટતા નથી કરી. હાલમાં તે શોની સંરચના કરી રહી છે. કઇ થીમ પર આ શો બનાવવો તેની ચિારણા સાથે તૈયારી થઇ રહી છે. ઇરિકાએ પણ હાલમાં પોતે કોઇ નવા શો સાથે જોડાઇ રહ્યાનું સ્પષ્ટ કર્યુ નથી. ઇરિકા અને શાહિર શેખની જોડીએ 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી'માં રંગ જમાવ્યો હતો અને બીજી સિઝન પણ બનાવાઇ હતી.

(9:52 am IST)
  • એસટી બસનું છેલ્લા બે વર્ષમાં સરકારી કાર્યક્રમોમાં ભારે ઉપયોગ, તેમ છતાં ભાડાની પૂરી રકમ હજુ સુધી ચૂકવાઈ નથી : બે વર્ષમાં ૪૭૦૪૧ બસો દોડાવાઈ : પરંતુ ભાડાપેટાની ૨૨.૭૮ કરોડ જેવી રકમ ચૂકવાઈ નથી access_time 5:53 pm IST

  • મમતા બંગાળની ચિંતા કરે, દેશની નહિં: રામ માધવઃ ભાજપ મહાસચિવ રામ માધવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જણાવ્યું કે, તે દેશની નહિં પણ પોતાના રાજ્યની ચિંતા કરે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ત્રિપુરામાં કોઈ મૂર્તિ તોડવામાં નથી આવી. આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે એક ખાનગી સ્થાન પર જેને મૂર્તિ લગાવી, તેને જ દૂર કરી' : તોડફોડ તો બંગાળમાં થઈ રહી છે access_time 3:49 pm IST

  • સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST