Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

બોલિવૂડ અભિનેતા જિતેન્દ્ર વિરૂધ્ધ નોંધાઇ જાતીય શોષણની ફરિયાદ

પોલીસે શરૂ કરી તપાસ

નવી દિલ્હી તા. ૮ : શિમલા પોલીસે બોલીવુડ અભિનેતા જિતેન્દ્ર વિરૂદ્ઘ મહિલાની સાથે જાતીય શોષણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. પીડિત મહિલાએ પોલીસને ફરિયાદ કરી હતી કે જિતેન્દ્રએ તેની સાથે જાન્યુઆરી ૧૯૭૧માં જાતીય શોષણ કર્યું હતું. તે સમયે તે ૧૮ વર્ષની હતી જયારે જિતેન્દ્રની ઉંમર ૨૮ વર્ષની હતી. પોલીસે હાલમાં મળેલી ફરિયાદને આધારે કેસ દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી છે.

 

શિમલાના એસપી ઓમાપતિ જામવાલે કહ્યું કે આ મામલે પોલિસ ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી છે. અમે આ મામલે તમામ મુદ્દે તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પીડિતાએ પોલીસને ઈમેલ કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારી અનુસાર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખતા પીડિતાને બોલાવીને તેનું નિવેદન નોંધવામાં આવી શકે છે. હાલમાં કેસ માત્ર ઈમેલના આધારે નોંધવામાં આવ્યો છે.

જિતેન્દ્ર પર તેની સાવકી બહેને આ આરોપ લગાવ્યો છે. પીડિતાનો આરોપ છે કે જિતેન્દ્ર તે સમયે પોતાની ફિલ્મના શૂટિંગ માટે દિલ્હીથી શિમલા આવ્યા હતા. શિમલા આવ્યા બાદ તે પીડિતાને મળવા માટે તેના રૂમમાં આવ્યા. આ દરમિયાન તેણે પીડિતાનું જાતીય શોષણ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

(9:58 am IST)