Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

90માં ઓસ્કર એવોર્ડમાં શ્રીદેવી અને શશી કપૂરને અપાઈ શ્રદ્ધાંજલિ

મુંબઈ:કેલિફોર્નિયાના ડોલ્બી થિયેટરમાં ચાલી રહેલ 90માં ઓસ્કાર એવોર્ડમાં દુનિયાને અલવિદા કહેનાર કલાકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં ભારતીય અભિનેતા શશી કપૂર અને અભિનેત્રી શ્રીદેવી પણ સામેલ હતા.

4 ડિસેમ્બર 2017ના કિડનીની બીમારીથી પરેશાન શશી કપૂર દુનિયાને અલવિદા કહ્યું હતું.જયારે શ્રીદેવીનું નિધન દુબઈમાં બાથટબમાં પડી જવાથી 24 ફ્રેબ્રુઆરી 2018ના રોજ થયું હતું દુનિયાને અલવિદા કહેનાર આ ભારતીય કલાકારોને સન્માન સાથે યાદ કરવામાં આવ્યા હતા.

(6:39 pm IST)