News of Monday, 5th March 2018

બિગ બોસ- 9ના આ સ્પર્ધકે કર્યા લગ્ન:ઇન્સટ્રાગ્રામ પર ફોટો કર્યા શેયર

મુંબઈ: બિગ બોસ-9ની સ્પર્ધક રોશેલ રાવ અને કીથ સીકેરા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે બને ટીવી સ્ટાર્સે 3 માર્ચે તમિલનાડુના મહાબલિપુરમ બીચ પર લગ્ન કર્યા હતા અને 5 માર્ચ એટલે કે આજે કીથ શિકેરાએ ઇન્સટ્રાગ્રામ પર ફોટો શેયર કર્યા છે બંનેની થોડા સમય પહેલા જ સગાઇ થઇ હતી.કીથ અને રોશેલ બિગ બોસ 9માં આવતા પહેલા જ રિલેશનશિપમાં હતા.લગ્નના ઘણા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા છે જેમાં બને સુંદર લાગે છે.સફેદ ગાઉનમાં રોશેલ પ્રિંસેસ જેવી લાગે છે જ્યાં લાઈટ બ્લુ સૂટમાં કીથ પણ હેન્ડસમ હીરો છે.

(6:36 pm IST)
  • સરકાર કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપે અને એવા પગલાં લ્યે જેથી દેશના લોકોને 2 બાળકોની પોલિસીને અનુસરવા માટે ઉત્સાહ મળે આવી માંગણી કરતી જાહેરહિતની અરજી સુપ્રીમમાં દાખલ access_time 12:07 am IST

  • સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST

  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST