Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

સિમ્પલના પુત્ર કરણની ફિલ્મનું શુટીંગ થયું શરૂ

ડિમ્પલ કાપડીયાની બહેન સિમ્પલ કાપડીયા પણ ફિલ્મોમાં આવી હતી. જો કે હાલમાં તે હયાત નથી. પણ તેનો પુત્ર કરણ કાપડીયા હવે બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. ખુદ ડિમ્પલે તેની દેખભાળ કરી છે. કરણ એકશન પેકડ ફિલ્મ કરી રહ્યો છે અને તેનું શુટીંગ પણ શરૂ થઇ ગયું છે. એપ્રિલમાં આ ફિલ્મ રિલીઝ થશે. અક્ષય કુમાર પણ આ ફિલ્મના નિર્માણમાં રસ લઇ રહ્યો છે. સની દેઓલ પણ ફિલ્મ સાથે જોડાઇ ગયો છે. સની અને ડિમ્પલની દોસ્તી ખુબ જુની છે. કદાચ ડિમ્પલના કહેવાથી જ સની ફિલ્મમાં જોડાયો છે. નિર્દેશક બેહજાદ ખમ્બાટા સનીના મોટા ચાહક છે. તેણે નિર્માતા ટોની ડિસૂજાને સનીને લેવાની વાત કરી હતી. બંને સની દેઓલને મળતાં તેણે કામ કરવાની હા પાડી હતી. સની એકશન રોલમાં જોવા મળશે.

(9:20 am IST)