Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ગઝલ સમ્રાટ જગજીતસિંહનો જન્મદિન

મુંબઇ તા. ૮ : ગઝલના પર્યાય બની ચુકેલા ગઝલ સમ્રાટ જગજીતસિંહનો આજે ૭૭મો જન્મદિવસ છે ભારતમાં કોઇ પણ પેઢી હોય જગજીતસિંહની ગઝલના બધી ઉમરના લોકો ચાહક છે. તેમનો કોમળ અવાજ લોકોના દિલ સુધી પહોંચતો હતો.

ગઝલ સમ્રાટ જગજીતસિંહનો જન્મ ૮ ફેબ્રુઆરી ૧૯૪૧ ના રોજ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં થયો હતો મુળ પંજાબના વતની જગજીતસિંહ શ્રીગંગાનગરમાં પ્રારંભીક અભ્યાસ કર્યો હતો ત્યારબાદ જલંધરમાં પણ અભ્યાસ કર્યો હતો તેમના પિતા સરદાર અમરસિંહ ધમાની સરકારી નોકરી કરતા હતા તેમને સંગીતનો વારસો તેમના પિતા પાસેથી મળી હતી. તેઓ ૧૯૬પમાં મુંબઇ આવ્યા હતા જયાં તેમની મુલાકાત ગઝલ ગાયિકા ચિત્રા સાથે થઇ અને ત્યારબાદ ૧૯૬૯ માં બન્નેએ લગ્ન કર્યા.

જગજીતસિંહ અને તેમની પત્નીએ એકસાથે ઘણી ગઝલોના કાર્યક્રમો આપ્યા અને તેમની જુગલબંધી ખુબ જ પ્રખ્યાત હતી. તે બંનેનો એક પુત્ર પણ હતો જેનું અકસ્માતમાં મોત થયું હતું અને ત્યારબાદ તેમના પત્નીએ સંગત સાથે અંતર બનાની લીધું જગજીતસિંહ અનેક ફિલ્મો અને આલ્બમોમાં પોતાની સુર આપ્યો છે. અને સામાન્ય લોકો સુધી ગઝલનો જાદુ પહોંચાડયો છે. ૧૦ ઓકટોબર ર૦૧૧ના રોજ ગઝલ સમ્રાટે દુનિયાને અલવિદા કહ્યું હતું અને આસાથે જ ભારતમાં ગઝલનો ઉમદા સિતારો આથમી ગયો તેમની આ વિદાયથી ઝગલ અને સંગીત ક્ષેત્રમાં પડેલ ખોટ કયારેય પુરી શકાય તેમ નથી.

(7:08 pm IST)