Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

અભિનેત્રી કૃતિ ખરબંદા મેલેરિયાની ઝપેટમાં

મુંબઈ: અભિનેત્રી ક્રિતી ખારબંદા મલેરિયાથી પીડિત છે. અભિનેત્રીએ તેની આગામી ફિલ્મ '14 ફેરે'નું શૂટિંગ શરૂ કરવાનું હતું, પરંતુ માંદગીને કારણે તેણે શૂટિંગ બંધ કરવું પડ્યું. ફિલ્મમાં તેની સાથે વિક્રાંત મેસ્સી જોવા મળશે. તેણે શુક્રવારે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, "મેલેરિયા વાળો ચહેરો છે. તે થોડા સમય માટે છે કારણ કે મારે મારા કામ પર પાછા ફરવું છે. મારા માટે ચિંતાતુર રહેનારાઓ મને કહી દે કે હું સારું છું. અપડેટ કરતી રહીશ. "

(4:41 pm IST)