Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

મને કોમેડી કરવામાં આનંદ આવે છે: કૃણાલ ખેમુ

મુંબઈ: રોહિત શેટ્ટીના નિર્દેશનમાં ગોલમાલ ફ્રેન્ચાઇઝની ત્રીજી સીઝનને 10 વર્ષ થયા છે. પ્રસંગે અભિનેતા કૃણાલ ખેમુએ ફિલ્મના શૂટિંગને યાદ કરતાં કહ્યું કે તેમને ખરેખર કોમેડી પસંદ છે. ફિલ્મમાં કૃણાલ લક્ષ્મણની ભૂમિકા નિભાવી હતી.કૃણાલે કહ્યું, "ગોલમાલ -3 મારા માટે ખૂબ ખાસ છે અને મારા પાત્ર માટે મને જે પ્રકારનો પ્રેમ મળ્યો તે જબરદસ્ત હતો."ફિલ્મમાં તેમના સિવાય અજય દેવગન, કરીના કપૂર ખાન, અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, જોની લિવર, મિથુન ચક્રવર્તી વગેરે છે. તેણે કહ્યું, "મને કોમેડી કરવામાં આનંદ આવે છે. મને લોકોને હસાવવું અને તેમને સારી લાગણી પ્રદાન કરવી ગમે છે. ફિલ્મ કરતી વખતે અમારો આનંદ ઘણો હતો."

(4:40 pm IST)