Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

પ્રિયંકાએ આ પોઝનું ર૦ વર્ષે રહસ્ય ખોલ્યું

પ્રિયંકા ચોપડા ર૦૦૦ની સાલમાં મિસ વર્લ્ડનું ટાઇટલ જીતી એ પછી તેનો નમસ્તે કરતો પોઝ ખૂબ વખણાયો હતો, પણ પ્રિયંકાનું એ નમસ્તે ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કરવા નહીં પણ પોતાને એક અણધારી આફતથી બચાવવા માટેનું હતું.

પ્રિયંકાએ પોતે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આ વાત જણાવી હતી. થયેલું એવું કે તેણે જે ડ્રેસ પહેરેલો એ ઉપરના ભાગમાં તેના શરીર પર ટેપથી ચોંટાડેલો હતો. પ્રિયંકાએ કહ્યું કે હું જીતી ત્યાં સુધીમાં મને એટલો પરસેવો વળી ગયો હતો કે ટેપ ઉખડી ગઇ અને ઉપરથી મારો ડ્રેસ ખૂલી જવામાં હતો.

આ અણધારી આફતથી બચવા પ્રિયંકાએ નમસ્તેની અદામાં પોતાના બન્ને હાથ જોડીને ડ્રેસને પોતાના શરીર સાથે દબાવી રાખ્યો હતો અને પોતાને અણછાજતી પરિસ્થિતિમાં મૂકાતા બચાવી હતી.

(2:45 pm IST)