Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

વૈષ્ણવી તરફથી સતત ટીપ્સ મળતી રહે છે : ટીના ફિલીપ

ટીવી પરદે હમેંશા કોઇને કોઇ સિનીયર કલાકારો તરફથી નવા અને જુનિયર કલાકારોને અભિનય સહિતની ટીપ્સ મળતી રહેતી હોય છે. દંગલ ચેનલના એ મેરે હમસફર શોમાં વિધી શર્માનરો રોલ નિભાવી રહેલી ટીના ફિલિપ પણ તેની ઓનસ્ક્રીન માનો રોલ નિભાવી રહેલા અભિનેત્રી વૈષ્ણવી મેકડોનાલ્ડ પાસેથી અભિનયના ગુણ શીખી રહી છે. ટીના કહે છે વિધી શર્માના પાત્રની મારા યાત્રા ખુબ દિલચશ્પ રહી છે. વૈષ્ણવી મને અભિનય વિશે સતત માર્ગદર્શન આપે છે. હું તેમનું સન્માન કરુ છું. તે કેમેરાની સામે એક સ્વાભાવિક વ્યકિત છે. કેટલાક કઠીન દ્રશ્યોને કેમ સરળ બનાવવા તેના માટે તે સતત ટીપ્સ આપે છે. નાની-નાની વાતોનું તે ખાસ ધ્યાન રાખે છે. તેમના હાવભાવ અને બોડી લેંગ્વેજ સતત તેમના પાત્રમાં હોય છે. તેની સાથે શુટીંગ કરવામાં મને ખુબ આનંદ મળે છે. તે સકારાત્મકતાનો જથ્થો છે. તે સતત વિનમ્ર પણ છે. વૈષ્ણવી અને ટીના વચ્ચે ઓનસ્ક્રીન જે પ્રેમ છે તે ઓફસ્ક્રીન પણ જોવા મળે છે.

(10:21 am IST)