Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ટાઇગર શ્રોફનું 'વંદે માતરમ' ગીત ૧૦ ઓગસ્ટે રિલીઝ થશે

મુંબઇ,તા. ૭ : બોલીવુડના એકશન હિરો તરીકે જાણીતો ટાઇગર શ્રોફ તેની ગાયકી પ્રતિભા પણ રજુ કરી રહ્યો છે. એણે ગાયેલુ સિંગલ, દેશભકિત ગીત 'વંદે માતરમ' દેશના સ્વાતંત્ર્ય દિવસે પૂર્વે, ૧૦ ઓગસ્ટે રિલીઝ થવાનું છે. ટાઇગરે આ પહેલી જ વાર હિન્દી ગીત ગાયું છે. આ પહેલા તે બે અંગ્રેજી ગીત ગાઇ ચૂકયો છે. - 'અનબિલીવેબલ' અને 'કાસાનોવા'

ટાઇગરે તેના 'વંદે માતરમ'ગીતનું મોશન પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે અને લખ્યુ છે કે ભારત માટે મારા તરફથી આ ટ્રિબ્યુટ છે. આ ગીતના નિર્માતા છે જેકી ભગનાની. મ્યુઝિક વિડિયોનું દિગ્દર્શન કર્યું છે રેમો ડિસોઝાએ અને સંગીત આપ્યું વિશાલ મિશ્રાએ. ગીત લખ્યું છે કૌશલ કિશોરે. કોરિયોગ્રાફી કરી છે અંકન સેન, જુલી વૈદ્ય અને રાહુલ શેટ્ટીએ.

(9:52 am IST)