Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

કરીના પણ સૈફના પુત્ર ઈબ્રાહિમની નજીક

ઈગ્ગી પોટરના બર્થ ડે ઉપર સારાએ સાત વચન આપ્યા

ઈબ્રાહિમ અલી ખાન દેખાવમાં પિતાની કાર્બન કોપી લાગે છે, અવારનવાર તેના દેખાવની તુલના સૈફ સાથે થાય છે

મુંબઈ,તા.૬ : દરેક વ્યક્તિ માટે પોતાની બર્થ ડે સ્પેશિયલ હોય છે. આ દિવસ તમારા મિત્રો અને પરિવારજનો યાદગાર બનાવવાની કોશિશ કરતાં રહે છે. તમને ગમતી વસ્તુ કરીને કે તમારા માટે અર્થસભર અને લાગણીસભર શબ્દો લખીને સ્નેહીજનો બર્થ ડેને યાદગાર બનાવવા પ્રયત્નશીલ રહે છે. આજે સૈફ અલી ખાનના સૌથી મોટા દીકરા ઈબ્રાહિમ અલી ખાનનો જન્મદિવસ છે ત્યારે તેની બહેન સારાએ પણ તેના માટે ખાસ પોસ્ટ મૂકી છે. સારાએ ઈબ્રાહિમ સાથેની વિવિધ તસવીરો અને વિડીયો શેર કર્યા છે. એક વિડીયોમાં સારા ભાઈને ખવડાવતી જોવા મળે છે. તો બાળપણની તસવીરમાં નાનકડી સારા ભાઈને ખોળામાં બેસાડીને ખુશ જોવા મળી રહી છે. સારાએ તસવીરો શેર કરતાં લખ્યું, *હેપી બર્થ ડે ઈગ્ગી પોટર. તસવીરો સાથેના લાંબા અને યાદોથી છલોછલ કેપ્શનમાં સારાએ આગળ લખ્યું, હું વચન આપું છું કે તને હંમેશા બેસ્ટ કોફી બનાવી આપીશ, તને મારી સાથે બીચ પર લઈ જવા જિદ્દ કરીશ, તને પ્રેમથી ખવડાવીશ, તને હંમેશા પરેશાન કરીશ, તું તાજો જન્મ્યો હતો ત્યારે પણ તને પોઝ આપવા મજબૂર કર્યો હતો, અસંખ્ય સ્વિમિંગ લેપ્સ મારે તેવા પ્રયાસ કરીશ, બેડમિન્ટનમાં તને હારવામાં મદદ કરીશ, સૌથી ખરાબ ગૂગલ નેવિગેટર આપીશ અને તને બેસ્ટ નૉક નૉક જોક્સ કહીશ. ઉપરાંત સારાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ઈબ્રાહિમના બર્થ ડે સેલિબ્રેશનની નાનકડી ઝલક બતાવી છે. જેમાં ઈબ્રાહિમ માટે ફૂટબોલ થીમની કેક લાવવામાં આવી છે. તેના પર ઈબ્રાહિમની તસવીર છે. જેમાં તેની ટી-શર્ટ પર ૭ નબંર અને ઈગ્ગી લખેલું જોઈ શકાય છે. સારા ઈબ્રાહિમ સાથે ખૂબ જ સારું બોન્ડ શેર કરે છે. સારાએ ઈબ્રાહિમના સેન્સ ઓફ હ્યુમરના વખાણ કરતાં કહ્યું હતું, તેનું હ્યુમર જોરદાર છે. હું માત્ર તેને એક જ સલાહ આપીશ કે તે વ્યક્તિ તરીકે ઓલરાઉન્ડર બને. મને લાગે છે કે ફિલ્મ્સ સુંદર બિઝનેસ છે અને આ દુનિયામાં તે આવશે તો નસીબદાર ગણાશે. જો તેને એક્ટિંગ કે બીજા કોઈપણ વિષય પર સલાહ જોઈતી હોય તો પરિવારમાં ઘણા મોટા એક્ટર્સ અને સ્ટાર્સ છે જે મારા કરતાં વધુ અનુભવી છે અને તેને યોગ્ય સલાહ આપી શકશે.

(4:08 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 11:30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18, 684 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,10,580 થઇ :એક્ટિવ કેસ 1,81,664 થયા વધુ 14,338 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,66,536 થયા :વધુ 98 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,791 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 10,187 નવા કેસ નોંધાયા access_time 12:20 am IST

  • વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની "આર્સેલરમિત્તલ" ગુજરાતમાં જંગી રોકાણ કરશે : યુકે સ્થિત વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની "આર્સેલરમિત્તલે" ગુજરાતમાં રૂ . ૪૫ થી ૬૫ હજાર કરોડથી વધુ રકમના રોકાણની દરખાસ્ત કરી છે.આગામી દિવસોમાં અનેક સ્થળોએ ગુજરાતમાં વધુ રોકાણ કરે તેવી સંભાવના છે. કંપનીના ભારતીય મૂળના પ્રમોટર, અધ્યક્ષ અને સીઈઓ એલ એન મિત્તલે શનિવારે કેવડિયા ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી. શ્રી મિત્તલ અમદાવાદમાં ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણીને પણ મળ્યા હતા. આ ઉપરાંત શ્રી મિત્તલે, રુઈયાઓ દ્વારા પ્રમોટેડ એસ્સાર ગ્રુપ સાથે તેમના વિવાદના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. access_time 11:49 am IST

  • સવારના પહોરમાં જમ્મુ-કાશ્મીરના ડોડા પંથકમાં ભૂકંપના હળવા આંચકા : જમ્મુ-કાશ્મીરના ડોડા જીલ્લામાં આજે ૪.૪૦ મિનિટે ૨.૯ મેગ્નિટ્યુડની માત્રાના ભૂકંપના આંચકા આવ્યાનું નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું છે. access_time 11:01 am IST