Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ભારતના વડાપ્રધાન રજનીકાંત બનશે તો અમેરિકા જેવો પાવર આવી જશે: રામગોપાલ વર્મા

મુંબઇ:  ફિલ્મ સર્જક રામ ગોપાલ વર્માએ સોશ્યલ મિડિયા પર એવી ટ્વીટ કરી હતી કે સાઉતના મેગાસ્ટાર રજનીકાંતને ભારતના વડા પ્રધાન બનાવી દો તો ભારત અમેરિકા જેવું સુપર પાવર બની જશે. ૨૦૧૭ના ડિસેંબરની ૩૧મીએ રજનીકાંતે રાજકારણમાં જોડાવાની ઔપચારિક જાહેરાત કરી હતી.  તેમણે કહ્યું હતું કે મારો નવો પક્ષ વિધાનસભાની બદ્ધી એટલે કે ૨૩ બેઠકો પરથી ચૂંટણી લડશે. એના પર ડંખીલો કટાક્ષ કરતાં રામુએ આ ટ્વીટ કરી હતી. અગાઉ પણ રામુએ બોલિવૂડના જુદા જુદા કલાકારો માટે અરુચિકર ટ્વીટ્સ કરી હતી. એકવાર તો ટાઇગર શ્રોફને વ્યંડળ સાથે સરખાવ્યો હતો. પરંતુ ટાઇગરે વાત હસી નાખી હતી. કશાય કારણ વિના રામુ આવા વિવાદો સર્જતા રહે છે. રામુએ લખ્યું કે હાલ ૨૦૦ દેશોમાં ભારતનું સ્થાન ક્યાં છે એના સંદર્ભમાં મને કહેવા દો કે રજનીકાંત ભારતના વડા પ્રધાન બની જાય અને ૨.શૂન્ય મટીને ૨.બસો બની રહે ત્યારે ભારત અમેરિકાનું સ્થાન ખૂંચવી લેશે...

(4:54 pm IST)