Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

માનદ ઉપાધિથી થશે વીર દાસનું સન્માન

મુંબઇ: સ્ટેન્ડ અપ કોમેડિયન કમ અભિનેતા વીર દાસને એ જે યુનિવર્સિટીમાં ભણ્યો હતો એના તરફથી માનદ્ ડૉક્ટરેટ એનાયત કરાશે એવી ઔપચારિક જાહેરતા કરાઇ હતી. વીર દાસે ઇલીનોય (અમેરિકા)ની ગેલ્સબર્ગ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તાજેતરમાં એ પોતાની વીર દાસ વર્લ્ડ ટુર શરૃ કરવામાં હતો ત્યારે જ આ જાહેરાત આવી પડતાં એનો ઉત્સાહ બેવડાઇ ગયો હતો. ચાલુ વર્ષના જૂનમાં યોજાનારા એક સમારોહમાં વીરને આ ડિગ્રી એનાયત કરાશે. યોગાનુયોગે યુનિવર્સિટીની કોમેન્સમેન્ટ સેરિમનીમાં વીર પ્રવચન પણ આપશે. આ રીતે કોમેન્ટસમેન્ટ સ્પીકર તરીકે પ્રવચન આપનાર વીર દાસ ૧૯૭૧ પછી આવો પહેલો ભૂતપૂર્વ વિદ્યાર્થી હશે. આ અંગે વીર દાસે કહ્યું હતું કે મારા જેવા મધ્યમવર્ગી વિદ્યાર્થી માટે અમેરિકામાં રહીને ભણવાનું નોક્સમાં આવેલી આ યુનિવર્સિટીના સહકાર વિના શક્ય ન બન્યું હોત. માતાપિતા સંતાનને સાચવે એ રીતે અમને યુનિવર્સિટીએ સાચવ્યા હતા.

(4:50 pm IST)