Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

Warisu બની વિજયની સૌથી મોટી ફિલ્મ : વૈશ્વિક સ્તરે 300 કરોડને પાર કરી

મુંબઈ: પોંગલ અને મકરસંક્રાંતિના અવસરે રીલિઝ થયેલી અભિનેતા થાલપતિ વિજયની વારીસુ બોક્સ ઓફિસ પર રૂ. 300 કરોડનો આંકડો પાર કરનાર તેની કારકિર્દીની પ્રથમ ફિલ્મ બની છે. આ ફિલ્મ સાથે, અભિનેતાએ તેની પોતાની અગાઉની બ્લોકબસ્ટર ફિલ્મ બિગિલને પાછળ છોડી દીધી છે જેણે વૈશ્વિક સ્તરે 299 કરોડની કમાણી કરી હતી. છેલ્લું વીકએન્ડ વારિસુ માટે બીજું સારું વીકેન્ડ હતું જેમાં તેણે 3.25 કરોડનું કલેક્શન કર્યું હતું. આ વીકએન્ડના કલેક્શન સાથે, વારિસુ અખિલ ભારતીય સ્તરે પોતાને 214 કરોડથી ઉપર લઈ જવામાં સફળ રહી છે. તે વિજય માટે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. વારિસુએ સ્થાનિક બોક્સ ઓફિસ પર વિજયની અગાઉની બ્લોકબસ્ટર ફિલ્મ માસ્ટરને પાછળ છોડવામાં સફળતા મેળવી છે જેણે બોક્સ ઓફિસ પર 210 કરોડનું કલેક્શન કર્યું હતું. વારિસુએ વિદેશમાં $10.80 મિલિયન (રૂ. 88 કરોડ)ની કમાણી કરી છે. વૈશ્વિક સ્તરે ત્રેવડી સદી ફટકારનાર અભિનેતા વિજયની આ પ્રથમ ફિલ્મ છે.

(6:07 pm IST)