News of Tuesday, 6th February 2018

'સોન ચીડિયા'માટે ભૂમિ શીખી રહી છે રસોઈ બનાવતા

મુંબઇ: અભિનેત્રી ભૂમિ પેડણેકર પોતાની આગામી ફિલ્મના રોલ માટે રસોઇ કરતાં શીખી રહી હોવાની રસપ્રદ માહિતી મળી હતી. આ ફિલ્મ ચંબલના ડાકુઓની કથા રજૂ કરે છે. આ માહિતી આપતાં સૂત્રોએ કહ્યું કે સોન ચિડિયાં ફિલ્મમાં ચંબલના ડાકુઓની કથા છે. અભિષેક ચૌબેની આ ફિલ્મમાં સુશાંત સિંઘ રાજપૂત ચંબલના ડાકુનો રોલ કરી રહ્યો છે. ૨૦૧૭માં ટોયલેટ એક પ્રેમકથા અને શુભ મંગલ સાવધાન જેવી હિટ ફિલ્મ કરી ચૂકેલી ભૂમિ સોન ચિડિયાંમાં અલગ પ્રકારનો રોલ કરી રહી હોવાનુંજાણવા મળ્યું હતું. એક યુનિટ મેમ્બરે કહ્યું હતું કે ફિલ્મમાં ભૂમિનું પાત્ર ડાકુઓ માટે રસોઇ કરે છે એવાં દ્રશ્યો છે એટલે તાજેતરના વર્કશોપમાં ભૂમિએ રસોઇ કરવાની તાલીમ લીધી હતી. ચંબલની કોતરોમાં ઝાડની ડાળીઓ અને ઝાંખરાથી ચૂલો પેટાવીને રસોઇ કરવાની ફરજ પડતી હોય એટલે એણે આ રીતે રસોઇ કરવાની તાલીમ લેવી પડી હતી.

 

 

(4:32 pm IST)
  • દિલ્હીમાં કોંગ્રેસના નેતા ઉપર ભડાકા કરી હત્યા : ન્યુ દિલ્હીમાં કારમાં જઈ રહેલા કોંગ્રેસ નેતા ૪૩ વર્ષીય વિનોદ મહેરા ઉપર ગોળીબાર કરી હત્યા કરાઈ : તેમની વેગનઆરની ઠોકર ઈકો કારને લાગતા અંદર બેઠેલા યુવકોએ તેમની કાર રોકી ગોળીબાર કરતા મોત નિપજ્યાનું જાણવા મળે છે. access_time 6:30 pm IST

  • રાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષપદે નિશ્ચિતઃ ૧૯મીએ જાહેરાત : પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્ય નવા અધ્યક્ષની ચુંટણી કરાવાશેઃ બહુમતી હોવાથી શ્રી ત્રિવેદી નિવિઘ્ને ચુંટાઇ આવશે access_time 3:43 pm IST

  • વડોદરામાં બ્રાન્ડેડ કંપની નકલી બુટનો ધમધમતો વેપારઃ રાવપુર વિસ્તારમાં કેટલીક દુકાનોમાં દરોડાઃ SOG અને કંપનીના માણસોની હાજરીમાં તપાસ ચાલુ access_time 3:43 pm IST