Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

'જેઠાલાલ’ના આંગણે ઢોલ ધ્રબુકશે : દીકરીના હાથ પીળા કરાવી સાસરિયે મોકલશે:મુંબઈની તાજ હોટલમાં નિયતિના થશે લગ્ન

લગ્નમાં શોના તમામ કલાકારો ‘પોપટલાલ’, ‘ચંપક લાલ’, ‘તારક મહેતા’, ‘ગોગી’, ‘ટપ્પુ’હાજર રહેશે : દયાબેનને આમંત્રણ પણ આપ્યું છે જોકે, તેઓ હાજર નહીં રહી શકે

મુંબઈ :લોકપ્રિય ટીવી સિરિટલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લોકપ્રિય પાત્ર જેઠાલાલ ઉર્ફે દિલિપ જોશીના ઘરે રૂડો અવસર આવ્યો છે. જેઠાલાલની પુત્રીનો લગ્ન પ્રસંગ આવ્યો છે. ત્યારે જેઠાલાલ પોતાની લાડકવાયી પુત્રીના લગ્ન મુબઈની તાજ હોટલમાં  કશે. પુત્રીના લગ્નમાં સિરિયલમાં રહેલી પત્ની એટલે કે દયાબેનને આમંત્રણ પણ આપ્યું છે જોકે, તેઓ હાજર નહીં રહી શકે. આ લગ્નમાં શોના તમામ કલાકારો જેવાકે ‘પોપટલાલ’, ‘ચંપક લાલ’, ‘તારક મહેતા’, ‘ગોગી’, ‘ટપ્પુ’હાજર રહેશે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે સારા સમાચાર છે. આ મહિને તેઓ તેમની પુત્રી નિયતિ જોશીના હાથ પીળા કરવા જઈ રહ્યા છે. એક અહેવાલ મુજબ, દિલીપ જોશી આ 11મી ડિસેમ્બરે તેમની પુત્રીના લગ્ન કરીને સાસરે મોકલવા જઈ રહ્યા છે. જેઠાલાલના ભાવિ જમાઈ એક NRI છે.

એક રિપોર્ટ અનુસાર દિલીપ જોશીની દીકરી નિયતિના લગ્ન બોલિવૂડના કોઈ મોટા લગ્નથી ઓછા નહીં હોય. લગ્નની તમામ તૈયારીઓ મુંબઈની હોટેલ તાજમાં થઈ રહી છે. જેઠાલાલ પોતે દીકરીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. લગ્ન માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આખી ટીમ સાથે ઘણા બોલિવૂડ સેલેબ્સ અને ટીવી સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે.

જેઠાલાલે દયાબેનને લગ્ન માટે આમંત્રણ પણ આપ્યું છે, પરંતુ તે આ લગ્નમાં હાજરી આપશે નહીં તેવા અહેવાલ છે. તેમણે દિલીપ જોશીનું આમંત્રણ સ્વીકાર્યું, પરંતુ તેમણે વિનમ્રતાપૂર્વક લગ્નમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો. જોકે, તેમણે દીકરી નિયતિને ઘણો પ્રેમ અને આશીર્વાદ મોકલ્યા છે. એવું માનવામાં આવે છે કે લગ્ન પહેલા તે તેમના ઘરે જશે અને તેને મળશે. બાકીની TMKOC ટીમ આ અફેરનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

(8:55 pm IST)