Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સ્‍ટાર પ્‍લસ ઉપર પ્રસારીત થતી સિરીયલ ‘અનુપમા'માં નવા અભિનેતાની એન્‍ટ્રી થશેઃ કિંજલ અને પારિતોષ છુટાછેડા લેશે

આવનારા એપીસોડમાં કિંજલ એટલે કે નિધી શાહ સાથે કાસ્‍ટ થવાની સંભાવના

મુંબઇઃ ટીવી પડદે પ્રસારીત થતી અનુપમાના દર્શકો હવે પછીના એપિસોડની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. કિંજલ અને પારિતોષના છુટાછેડાની વાત વહેતી થતા દર્શકો હવે પછીના એપિસોડની રાહ જોઇ રહ્યા છે.

સ્ટારપ્લસ પર આવતી સિરિયલ અનુપમા હાલ નીત નવા ટ્વિસ્ટના કારણે ધૂમ મચાવી રહી છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર અનુપમાએ ટીઆરપી યાદીમાં તોફાન મચાવી રાખ્યું છે. ગત સપ્તાહ શોની ટીઆરપી 3.1 રહી. જે જોતા માનવામાં આવી રહ્યું છે કે કિંજલ અને પારિતોષનો જે ટ્વિસ્ટ આવ્યો છે તે દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે. અનુપમામાં હાલના દિવસોમાં કિંજલ અને પારિતોષ વચ્ચે ડિવોર્સની વાતો થઈ રહી છે. આ બધા વચ્ચે અનુપમા સંલગ્ન એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે આ શોમાં જલદી એક હેન્ડસમ અભિનેતાની એન્ટ્રી થવા જવાના એંધાણ છે જે આગળ જઈને કિંજલ એટલે કે નિધિ શાહ સાથે કાસ્ટ થઈ શકે છે.

એન્ટરટેઈન્મેન્ટથી ભરપૂર અનુપમામાં એન્ટ્રી કરનારો આ હેન્ડસમ અભિનેતા જૈન ઈમામ છે. જે અગાઉ નામકરણ દ્વારા સ્ટાર પ્લસનો ભાગ રહી ચૂક્યો છે. મીડિયા રિપોર્ટસનું માનીએ તો જૈન ઈમામ જલદી અનુપમામાં એન્ટ્રી કરી શકે છે અને તે શોમાં નિધિ શાહ સાથે મહત્વની ભૂમિકા ભજવશે. જે પ્રકારે વનરાજ સાથે ડિવોર્સ લીધા બાદ અનુપમાના જીવનમાં અનુજની એન્ટ્રી થઈ હતી બરાબર એ રીતે પારિતોષ સાથે ડિવોર્સ બાદ કિંજલના જીવનમાં પણ કોઈ હેન્ડસમ હંક એન્ટ્રી કરી શકે છે

આવશે મહાટ્વિસ્ટ

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાના ટીવી શો અનુપમામાં આ અઠવાડિયે ઢગલો ટ્વિસ્ટ આવશે. શોમાં દેખાડવામાં આવશે કે પારિતોષ પંડાલથી તેની પુત્રીને કિડનેપ કરશે અને ત્યાં પત્ર છોડીને જતો રહેશે. તોષુના આ પગલાં બાદ કિંજલ તેને ડિવોર્સ આપશે અને નવેસરથી પોતાના જીવનની શરૂઆત કરશે. આવામાં જૈન ઈમામની એન્ટ્રી સંબંધિત ખબરે ચાહકોની આતુરતા વધારી દીધી છે.

(5:07 pm IST)