Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

બોલિવુડના નવા કપલ રૂચા ચઢ્ઢા અને અલી ફઝલનું ગ્રાન્‍ડ રિસેપ્‍શનઃ બોલિવુડની હસ્‍તીઓ ઉપસ્‍થિત

ઋચા સુંદર ડિઝાઇનના ગાઉનમાં અને અલી ફઝલ સ્‍ટાઇલીશ લુકમાં જોવા મળ્‍યા

મુંબઇઃ ઋચા ચઢ્ઢા અને અલી ફઝલે લગ્ન બાદ મુંબઇમાં ગ્રાન્‍ડ  રિસેપ્‍શનનું આયોજન કર્યુ હતુ. આ કપલ સોશ્‍યલ મીડિયામાં છવાઇ ગયુ હતુ. રિસેપ્‍શનમાં બોલિવુડની તમામ સેલિબ્રિટી ઉપસ્‍થિત રહી હતી. અભિનેત્રીએ સુંદર ડિઝાઇનવાળુ ગાઉન પહેર્યુ હતુ. અલી ફઝલે બ્‍લેક લોન્‍ગ બ્‍લેઝર સુટ મેચીંગ પેન્‍ટ સાથે પહેર્યુ હતુ.

મંગળવારે સવારે એકબીજાનો હાથ હંમેશા માટે પકડ્યા બાદ હવે ઋચા ચડ્ઢાઅને અલી ફઝલએ મુંબઈમાં શાનદાર રિસેપ્શન આપ્યું જેમાં બોલીવુડના તમામ સેલિબ્રિટી પહોંચ્યા હતા.

ઋચા ચડ્ઢા અને અલી ફઝલ હવે પતિ-પત્ની બની ગયા છે, બંનેએ 4 ઓક્ટોબરે નિકાહ કર્યાં. જેની તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી હતી. હવે બંનેએ ગ્રાન્ડ રિસેપ્શન પણ આપ્યું જેમાં બી ટાઉનના ઘણા સેલિબ્રિટી પહોંચ્યા હતા.

પરંતુ સૌથી વધુ ધ્યાન નવા કપલે ખેંચ્યું હતું. ઋચા અને અલી પોતાના રિસેપ્શનમાં શાનદાર લુકમાં પહોંચ્યા હતા અને હવે સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો વાયરલ થઈ છે.

ઋચા ચડ્ઢાના આઉટફિટની વાત કરીએ તો અભિનેત્રીએ ખુબ સુંદર ડિઝાઇનર ડાઉન પહેર્યું જેના રંગ અને ડિઝાઇનને ઈન્ડિયન ટચ આપવામાં આવ્યો હતો. કાનોમાં મેચિંગ ઇયરરિંગ્સ, હાથોમાં બંગડી અને માંગમાં સિંદુર ભરી ઋચા ખુબ સુંદર લાગી રહી હતી.  

તો અલી ફઝલે આ પ્રસંગ માટે બ્લેક લોન્ગ બ્લેઝર સ્ટાઇલ સૂટ મેચિંગ પેન્ટની સાથે કેરી કર્યું. અલી આ લુકમાં સ્ટાઇલિશ લાગ્યો. તો ઘણા દિવસથી તેના લગ્નને કવર કરનાર પૈપરાજીને પણ ઋચા-અલીએ મીઠાઈ આપી હતી.

અલી-ઋચાના રિસેપ્શનમાં બોલીવુડની ઘણી હસ્તિઓ પહોંચી હતી. વિક્કી કૌશલ પણ મહેમાન બન્યો હતો.

તો રિસેપ્શનમાં કોઈ રિવીલિંગ બ્લાઉઝ પહેરીને પહોંચી ગયું તો કોઈ હસીનાએ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. હસીનાઓ એકદમ જુદા અંદાજમાં આ રિસેપ્શનમાં પહોંચી અને ચર્ચામાં આવી.

(5:06 pm IST)