Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

એ અનુભવ કામ આવ્‍યોઃ રાધિકા

અભિનેત્રી રાધિકા મદાને તેની કારકિર્દીની શરૂઆત ટીવી પરદે સિરીયલ મેરી આશિકી તુમ હી સે દ્વારા ૨૦૧૪માં કરી હતી. ફિલ્‍મી પરદે તેનું આગમન ૨૦૧૮માં પટાખા ફિલ્‍મથી થયું હતું. ત્‍યારબાદ તેણે મર્દ કો દર્દ નહિ હોતા, અંગ્રેજી મિડીયમ, સિદ્દત જેવી ફિલ્‍મો અને રે, ફિલ્‍સ લાઇક ઇશ્‍ક, સાસ બહુ ઓૈર કોકેઇન જેવી સિરીઝ પણ કરી છે. હાલમાં જ તેની કચ્‍ચે લીંબુ ફિલ્‍મ આવી હતી. જેમાં તેણે અભિનયથી સોૈના દિલ જીત્‍યા છે. આ ફિલ્‍મ ટોરેન્‍ટો ફિલ્‍મ ફેસ્‍ટીવલમાં રજૂ થઇ હતી. રાધિકાની અન્‍ય ફિલ્‍મો કુત્તે, સના, હેપ્‍પી ટીચર્સ ડે આવી રહી છે. તે કહે છે કચ્‍ચે લીંબુના મારા પાત્રની પ્રેરણા મેં બાળપણના મારા ભાઇ સાથે વિતાવેલા સમયમાંથી લીધી છે. મારો ભાઇ જે રમત રમતો એ હું રમતી, એ જે ગીત સાંભળતો એ હું સાંભળતી. એ બધો અનુભવ આ ફિલ્‍મમાં કામ આવ્‍યો છે. હવે હું સતત અલગ અલગ પાત્રો ભજવી મારી જાતને ખુશ રાખવા ઇચ્‍છુ છું. દરેક પાત્રને સો ટકા યોગદાન આપવાનો પ્રયાસ કરતી રહુ છું.

(10:46 am IST)