Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ખિસ્સાકાતરૂ બાળકોની કહાનીવાળી ફિલ્મમાં ઇમરાનનો ખાસ રોલ

અભિનેતા ઇમરાન હાસમીની ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. હરામી નામની આ ફિલ્મ મુંબઇના અનાથ બાળકો પર બનાવાઇ છે. આ બાળકોને અહિ માત્ર નંબરને આધારે ઓળખવામાં આવે છે અને ખિસ્સાકાપીને તેને જીવન પસાર કરવું પડે છે. ઇમરાન હાસમી આ ફિલ્મમાં ખિસ્સા કાતરૂનો સરદાર બન્યો છે જે હમેંશા ઇંગ્લીશમાં વાતો કરતો રહે છે. ફિલ્મની કહાનીમાં ત્યારે વળાંક આવે છે જ્યારે ખિસ્સાકાતરૂ એક મધ્યમવર્ગીય પરિવારના સભ્યનું ખિસ્સુ કાપી લે છે. આ કારણે આ વ્યકિત મજબૂરીમાં આવી ટ્રેનમાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે. એ પછી ખિસ્સુ કાપનાર છોકરો આપઘાત કરનારના ઘરે જાય છે અને ત્યાં તેને તેની છોકરી સાથે પ્રેમ થઇ જાય છે. એ પછી એ છોકરો એ પરિવારની મદદ કરવાનો નિર્ણય કરી લે છે. જેમાં તેની ગેંગના લોકો તેના માટે આડખીલીરૂપ બને છે. શ્યામ માદિરાજૂની આ ફિલ્મ ૨૧ થી ૩૦ ઓકટોબર સુધી બુસાન ફિલ્મ ફેસ્ટીવલમાં દેખાડાશે. ફિલ્મમાં રિઝવાન શેખ, ધનશ્રી પાટિલ, હર્ષ રાણે, મછિન્દ્ર ગાડકર, સાર્થક, મનિષ મિશ્રા, યશ કાંબલે, આદિત્ય ભગ, દિક્ષા, આદિલ સહિતના કલાકારો છે.

(9:49 am IST)