Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ફિલ્મનું શુટીંગ શરૂ કરશે મૃણાલ

લોકડાઉન પછી ટીવી સિરીયલોની સાથે ફિલ્મોના શુટીંગ પણ શરૂ થઇ ગયા છે. અક્ષય કુમાર શુટીંગ કરવા સ્કોટલેન્ડ ગયો હતો. જ્યાં તેણે બેલબોટમ ફિલ્મનું શુટીંગ કર્યુ છે. હવે શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર પણ આગામી ફિલ્મ જર્સીનું શુટીંગ કરવા તૈયાર થયા છે. કબિરસિંહની સફળતા પછી શાહિદની આગામી ફિલ્મની તેના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ પણ સાઉથની હિન્દી રિમેક છે. કોરોનાને કારણે માર્ચમાં શુટીંગ અટકી ગયું હતું. હવે ફરીથી શરૂ થઇ રહ્યું છે. પ્રારંભીક પંદર દિવસનું શુટીંગ ચંદીગઢ અને દેહરાદૂનમાં થશે. શાહિદ ક્રિકેટરના રોલમાં છે. પરંતુ આ પંદર દિવસમાં ક્રિકેટના કોઇ દ્રશ્યોનું શુટીંગ નહિ થાય. ઇમોશનલ સિન્સનું કામ થશે. જર્સી બે અલગ અલગ સમયની કહાની છે. જેમાં શાહિદ પણ બે અલગ લૂકમાં જોવા મળશે. પંકજ કપૂર પણ ખાસ ભુમિકામાં છે. મૃણાલ આ ફિલ્મ મળતાં અત્યંત ખુશ છે.

(9:49 am IST)