Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

સિકવલનો સિલસિલો આ વર્ષે પણ યથાવત

વર્ષ ૨૦૧૭માં અનેક સિકવલ્સ રિલીઝ થયા બાદ નવા વર્ષમાં પણ આ સિલસિલો યથાવત રહેશે. જેમાં પહેલું નામ વિક્રમ ભટ્ટની હોરર થ્રિલર ૧૯૨૧નું છે. ૧૯૨૦ ફ્રેન્ચાઇઝીની આ ફિલ્મ આ મહિને જ આવશે. ત્યાર પછી રેસની ત્રીજી સિરીઝ આવશે. જેમાં સલમાન, જૈકલીન, બોબી દેઓલ, ડેઇઝી, અનિલ કપુરની મુખ્ય ભૂમિકા છે. એ પછી યમલા પગલા દિવાના અગેઇન, બાગી-૨, સાહબ બીબી ઓૈર ગેંગસ્ટર-૩ના નામો છે. તેમજ હાઉસફુલનો ચોથો ભાગ પણ રિલીઝ માટે તૈયાર છે. સાજીદ ખાન નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખના નામ ફાઇલન છે. સ્ટુડન્ટ ઓફ ધ યરની સિકવલ પણ બની રહી છે. જેમાં ટાઇગર શ્રોફને લેવાયો છે. આશિકી-૩ પણ આવશે. જેમાં સિધ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટની જોડી હશે. હેટ સ્ટોરી-૪ પણ આ વર્ષમાં આવશે. જેમાં કરણ વાહી, ઉર્વશી રોૈતેલા અને ઇહાના ઢિલ્લોન છે. 

(8:53 am IST)