News of Tuesday, 2nd January 2018

શોર્ટ ફિલ્મમાં સેલ્ફ ડિફેન્ડર ટ્રેનર બનશે તાપસી પન્નુ

મુંબઈ:પિંક અને નામ શબાના જેવી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચુકેલ અભિનેત્રી તાપસી પન્નુ આગામી એક શોર્ટ ફિલ્મમાં સેલ્ફ ડિફેન્સ ટ્રેનરની ભૂમિકામાં નજરે પડશે. જાણીતા ડાયરેક્ટર અને ફિલ્મ નિર્માતા કપિલ વર્માએ આ જાહેરાત કરી છે. ફિલ્મની વાર્તા ભાઈ-બહેનની આસપાસ ફરતી જોવા મળશે. વિક્કી અરોડા ફિલ્મમાં તાપસીના ભાઈની ભૂમિકામાં નજરે પડશે. કપિલ વર્માએ જણાવ્યુ હતું કે, આ ભૂમિકા માટે તાપસીએ ખાસ ટ્રેનિંગ લીધી છે. મેં જુડવા-૨ના સેટ પર તાપસીને આ ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી હતી અને સ્ક્રિપ્ટ સાંભળતાની સાથે જ તે શુટિંગ માટે તૈયાર થઈ ગઈ હતી. ત્યારબાદ તેને આ ભૂમિકા માટે ખાસ તાલીમ આપવામાં આવી. શુટિંગ ખૂબ જ શાનદાર રહ્યુ. ફિલ્મમાં તાપસીને લેવાના કારણ અંગે વર્માએ જણાવ્યુ કે, પિંક અને નામ શબાનામાં તાપસીની ભૂમિકા જોઈને મને આ ફિલ્મમાં તાપસીને લેવાનો વિચાર આવ્યો. 

(5:59 pm IST)
  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST

  • દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી 1 કરોડના ડ્રગ્સ સાથે 1 શખ્શની કરાઈ ધરપકડ. access_time 10:53 am IST

  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST