Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

ફિલ્મ ‘પુષ્પા 2’ નું શૂટિંગ હાલ પૂરતું સ્થગિત કરી દેવામાં આવ્યુઃ ફિલ્‍મ સેટ પર ઘાયલ થયો અલ્લુ અર્જુન

-અલ્લુ અર્જુનને ફાઈટ સિક્વન્સના શૂટિંગ દરમિયાન પીઠમાં ગંભીર ઈજાઃ ડોક્ટરોએ તેને હાલ આરામ કરવાની સલાહ આપી

મુંબઇઃ સાઉથનો સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા 2-ધ રૂલ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન, અભિનેતા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે સાંભળીને તેના ચાહકો નિરાશ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ હાલ પૂરતું સ્થગિત કરી દેવામાં આવ્યું છે. વાસ્તવમાં, અલ્લુ અર્જુન ફિલ્મની એક મહત્વપૂર્ણ સિક્વન્સના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. આ કારણે મેકર્સે શૂટિંગ થોડા દિવસો માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
અહેવાલો અનુસાર, અલ્લુ અર્જુનને ફાઈટ સિક્વન્સના શૂટિંગ દરમિયાન પીઠમાં ગંભીર ઈજા થઈ હતી. આ કારણે ડોક્ટરોએ તેને હાલ આરામ કરવાની સલાહ આપી છે. હવે ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરના બીજા સપ્તાહથી શરૂ થશે. ફિલ્મ પુષ્પા 2-ધ રૂલ આવતા વર્ષે 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે પુષ્પાની આ ફિલ્મનો પહેલો ભાગ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થયો હતો.

(1:16 pm IST)