Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

સિધ્‍ધાર્થ મલ્‍હોત્રાની યોધ્‍ધા આવશે ૭મી જુલાઇએએક્‍શન, થ્રિલ અને મનોરંજનથી ભરપૂર

દિશા પટાણી અને રાશી ખન્‍નાની પણ મુખ્‍ય ભુમિકા

મુંબઇ તા. ૩: અભિનેતા સિધ્‍ધાર્થ મલ્‍હોત્રાની ફિલ્‍મ થેન્‍ક ગોડ દિવાળી પર આવી હતી. જેમાં અજય દેવગણે પણ મહત્‍વની ભુમિકા નિભાવી હતી. જો કે ફિલ્‍મને ખાસ સફળતા મળી નહોતી. હવે સિધ્‍ધાર્થની એક્‍શન ફિલ્‍મ ‘યોધ્‍ધા' આવી રહી છે. આ ફિલ્‍મ આવતા વર્ષે સાતમી જુલાઇએ રિલીઝ થશે. આ વર્ષે જ ફિલ્‍મ રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્‍મનું થોડુ કામ બાકી રહી જતાં તારીખ પાછળ લઇ જવી પડી છે.  ફિલ્‍મને કરણ જોહરના ધર્મા પ્રોડક્‍શન્‍સ, અપૂર્વ મેહતા અને શશાંક ખૈતાને પ્રોડ્‍યુસ કરી છે. સાગર આમ્‍બ્રે અને પુષ્‍કર ઓઝા તેના નિર્દેશક છે. ફિલ્‍મમાં દિશા પટાણી અને રાશિ ખન્‍ના પણ મુખ્‍ય ભુમિકામાં છે. સિધ્‍ધાર્થે ઇન્‍સ્‍ટાગ્રામ પર પોસ્‍ટર મુકીને લખ્‍યું હતું કે -‘એક્‍શન, થ્રિલ અને મનોરંજનથી ભરેલી અમારી આ ફિલ્‍મ ‘યોદ્ધા' તમારા નજીકનાં સિનેમાઘરોમાં લેન્‍ડ થવાની છે. તો તમારા સીટ બેલ્‍ટ બાંધી લો. ‘યોદ્ધા' ૨૦૨૩ની ૭ જુલાઈએ રિલીઝ થશે.'

(11:32 am IST)